SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ સાહિત્ય સર્જન દ્વારા પૂ. ઉપાધ્યાયજી મ. સા.ની “અદ્ભુત શાસન સેવા” ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તો કેવલજ્ઞાન પામ્યા પછી જગતના જીવોના ઉપકાર માટે અનુપમ ધર્મદેશના આપે છે. ગણધર ભગવન્તો તે દેશનાને પાછળથી પ્રજાના ઉપકાર રૂપે પ્રાકૃત ભાષામાં પુષ્પોની માલાની જેમ સૂત્રબદ્ધ રીતે ગૂંથે છે, જેને દ્વાદશાંગી કહેવાય છે. દુષમ આરાના પ્રભાવે મંદ-મંદતર બુદ્ધિ, બળ અને સ્મરણશક્તિ થતી જતી હોવાથી શાસનમાં થતા વિદ્વાન્ સંતપુરુષો તે જ દ્વાદશાંગીમાં આવેલા વિષયોને જુદા જુદા પ્રકરણ રૂપે સરળ અને લોકભોગ્ય ભાષાથી ગ્રંથો રૂપે રચીને બાલ જીવોને સમજાવવા દ્વારા શાસનની અપૂર્વ સેવા કરે છે. આવા વિદ્વાન્ સંતપુરુષોમાં પૂ. ભદ્રબાહુસ્વામીજી, પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી, પૂ. ઉમાસ્વાતિજી, પૂ. વાદિદેવસૂરિજી, પૂ. જિનભદ્રગણિજી, પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, આદિનાં નામો જેમ સુપ્રસિદ્ધ છે, તેમ નજીકના જ ભૂતકાળમાં થયેલા પૂ. યશોવિજયજી મ. સાહેબનું નામ પણ સાહિત્યસર્જન દ્વારા જૈન શાસનની અદ્ભુત સેવા કરવામાં અતિશય મોખરે છે. પૂર્વોક્ત આચાર્યોને ગ્રન્થરચનામાં કોઈને દૈવિક સાહાય, કોઈને રાજકીય સહાય, કોઈને શ્રમણસંઘાદિની સાહા, અને કોઈને પૂર્વધર પુરુષોની સાહાપ્ય હતી જયારે પૂ. યશોવિજયજી મ. સાહેબને ગ્રન્થરચના કરવામાં ન દૈવિક સાહાય, ન રાજકીય સાહાય, ન પૂર્વધરની સાહા, અને શ્રમણસંઘની સાહાટ્યને બદલે તો ઘણો વિરોધ વંટોળ હતો, ભારે સંઘર્ષો વચ્ચે અડીખમપણે નિર્ભય રીતે ઘણું ઘણું કહ્યું છે. જે તેમનું સાહિત્ય વાંચે તેને જ તેનો સાચો ખ્યાલ આવે. ગ્રન્થરચયિતા એવા અન્ય આચાર્યોએ પ્રાયઃ બૌદ્ધ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, ચાર્વાક, મીમાંસક, અને વેદાન્તાદિ પરદર્શનોનું ખંડન સવિશેષ કર્યું છે. જ્યારે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ પરદર્શનના ખંડન રૂપે તો સ્યાદ્વાદું કલ્પલતા આદિ અનેક ગ્રન્થો બનાવ્યા જ છે. પરંતુ તદુપરાંત જૈનશાસનમાં જ સ્વમતિકલ્પનાથી ઉન્મત્ત બનેલા અને ઉત્સુત્ર પ્રરૂપણા દ્વારા જૈનશાસનને ડોળનાર દિગંબર, સ્થાનકવાસી, અને શિથિલાચારીઓની સામે પણ ઘણી ગ્રન્થરચના કરી છે. તેમાં અધ્યાત્મ મતપરીક્ષા, ધર્મપરીક્ષા, હૂંડીનાં ત્રણ સ્તવનો આદિ મુખ્ય છે. બીજા આચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઘણી રચના કરી છે. જ્યારે પૂ. યશોવિજયજી સૌજન્ય : સ્વ. શ્રીમતી ઉષાબેન ચંપકલાલ શાહ, થરા ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy