________________
સ્વ-સંસારી નામ :- જસવંત જન્મ સંવત :- કયાંય ઉલ્લેખ નથી, પણ અંદાજે વિ. સં. ૧૯૭૯ દીક્ષા :- વિ. સં. - ૧૬૮૮ પાટણમાં પૂ. વિજય દેવસૂરિ મ. સા. શ્રીના વરદ-હસ્તે. દીક્ષા પર્યાય - ૫૫ વર્ષ દીક્ષા ગુરુવર :- પ. પૂ. પંન્યાસ શ્રી નવિજયજી મ. સા. ઉપાધ્યાય પદ - વિ. સં. ૧૭૧૮ ઉપાધ્યાય પદ પર્યાય - ૨૫ વર્ષ સ્વર્ગગમન :- વિ. સં. ૧૭૪૩ ડભોઈ ગામ. જયાં તેઓશ્રીની ચરણ-પાદુકાની દેરી છે.
પૂ. ઉપાધ્યાય મ. સા.શ્રીનાં વિશેષણો :- ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, લઘુહરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, તાર્કિક શિરોમણિ, યોગ વિશારદ, સમર્થ સમાલોચક
સમકાલીન વિદ્વાનો - ઉપાધ્યાય માનવિજયજીગણિ, પં. શ્રી સત્યવિજયજી ગણિ, ઉપા. વિનયવિજયજી ગણિ, શ્રી વિજયદેવસૂરિ, આ.વિ. સિંહસૂરિ, આ. શ્રી વિજય પ્રભસૂરિજી, મહાયોગી આનંદઘનજી મ. આદિ.
* પાટ પરંપરા :- શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના પંચમ ગણધર સુધર્માસ્વામીજીની ૬૦ મી પાટ પરંપરાએ અકબર બાદશાહ પ્રતિબોધક ગચ્છાધિપતિ શ્રી હીરવિજયજી સૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય ઉપાધ્યાય કલ્યાણ વિજયજી મ. તેમના શિષ્ય લાભ વિજયજીગણિ તેમના શિષ્ય પં. નયવિજયજી મ. સા. અને તેમના સુશિષ્ય-રત્ન ઉપા. યશોવિજયજી મ. સા. થયા.
વિદ્યાદિ પ્રાપ્તિ - અમદાવાદના શેઠ શ્રી ધનજી સૂરાની પ્રેરણાથી કાશીમાં ગુરુ મ. સાથે ભટ્ટાચાર્ય પાસે ૪ વર્ષ અને આગ્રામાં ૩ વર્ષ રહી વિદ્યાપ્રાપ્તિ કરી.
અવધાન :- અમદાવાદમાં –કાશી-બનારસ, વિદ્યાપ્રાપ્તિ માટે જતાં પહેલાં ૮ વિધાન કરેલાં. અને આવ્યા પછી ૧૮ અવધાન કરેલાં.
ઉપાધ્યાયજી મ. સા.નાં વચનો એટલે સુવર્ણમુદ્રાંકિત ટંકશાળી વચનો.
૨૮
સૌજન્ય : શ્રી દેવચંદલાલ મોહનલાલ શાહ, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org