________________
Jain Education International
માતૃસંસ્થાને અપાવી ઋણમુક્તિની અનુમોદનીય કામગીરી કરી છે – તે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી બન્ધુઓને અમો અગણિત ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રન્થનું અથ-ઇતિ સંપાદનકાર્ય સ્વશિરે લઈ પોતાની સતત ચાલતી પ્રવૃત્તિઓને ગૌણ કરી અમૂલ્ય સમય આપી આ દળદાર ગ્રન્થને આદરણીય બનાવવામાં જેઓનો મહત્ત્વપૂર્ણ ફાળો છે તે સંપાદક સમિતિનો હાર્દિક આભાર માનીએ છીએ.
આ પુસ્તક છપાવવાનું કાર્ય અમદાવાદમાં હોઈ પં. શ્રી રતિભાઈ ચી. દોશીનો અવાર-નવાર સહકાર મળ્યો છે. તેથી તેમની તથા દિન-રાત જોયા વિના આ ગ્રન્થના પ્રકાશનકાર્યમાં સતત ચિંતક અને સઘન પ્રયત્નશીલ પં. શ્રી વસંતભાઈ એમ. દોશી(મુંબઈ)ની ઉચ્ચ સેવાની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
આ ગ્રન્થના મેટરની સુવ્યવસ્થિત ગોઠવણ, પ્રૂફરીડિંગ તેમજ કૉમ્પ્યુટરથી સુઘડ પ્રિન્ટીંગ કાર્ય કરી પોતાની આગવી શક્તિથી ટૂંક સમયમાં સુંદર રીતે છાપી આપનાર મૂક સેવક પં. શ્રી જિતુભાઈ બી. શાહની નિઃસ્વાર્થ સેવાને અમો અંતઃકરણથી બિરદાવીએ છીએ.
ચોકસાઈ રાખવા છતાં કોઈ ઊણપ રહી જવા પામી હોય, તેને ક્ષન્તવ્ય ગણવા સુજ્ઞ જનોને વિનંતિ છે.
પરમકૃપાળુ પરમાત્માની અમીદિષ્ટ સતત રહ્યા કરે અને ત્યાગી ગુરુભગવંતોના સદા આશીર્વાદ મળતા રહે તે જ શુભાભિલાષા.
પ્રાન્તે આ ગ્રન્થના સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રને લગતા લેખો વગેરેનું વાંચન અને ચિંતન વગેરે દ્વારા આપણે મુક્તિની નજીકમાં જઈએ. એ જ અભ્યર્થના
વિક્રમ સં. ૨૦૫૪
વસંત પંચમી
તા. ૧.૨.૧૯૯૮ રવિવાર
લિ. સંઘસેવકો
બાબુલાલ જેસિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જૂઠાલાલ શાહ ઓનરરી સેક્રેટરીઓ
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા
५
For Private & Personal Use Only
www.jainelibrary.org