SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતકાલીન ભવ્ય પ્રસંગો સંવત્ ૨૦૧૨માં ૫૦ વર્ષની ઉજવણી સ્વરૂપે સુવર્ણ મહોત્સવ ઊજવાયો. સંવત્ ૨૦૨૨માં તે સમયના ભૂતપૂર્વ વિદ્યાર્થીબન્યુઓ દ્વારા રૂ. ૧,૧૧000-નું દાન અપાવી સંસ્થાને આર્થિક સહકારથી સધ્ધરતામાં વધારો કરવાની પ્રશંસનીય કામગીરી થઈ. સંવત્ ૨૦૧૭, મહા-વદિ-૪, તા. ૧૪-૨-૧૯૭૧. ભોજનાલયના નૂતન મકાનનું ઉદ્ઘાટન-ભૂતપૂર્વ વિદ્યાર્થી બન્યુઓનું સ્નેહ સંમેલન તથા તે સમયે ભારતભરના ૨૦ વર્ષ જૂના ધાર્મિક અધ્યાપકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંવત ૨૦૩૬. પ્રથમ-જેઠ-વદિ ૯૧૦, તા. ૭/૮ જૂન ૧૯૮૦માં અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ. તે પ્રસંગે પૂજયપાદ આચાર્ય ભગવંતો વગેરેના સદુપદેશથી અને તત્કાલીન ભૂતપૂર્વ વિદ્યાર્થી બધુઓના પ્રેરક પ્રયત્નથી રૂપિયા ૧૧,૧૧,૧૧૧ની મોટી રકમ ઋણનિધિ તરીકે સંસ્થાને ભેટ મળી હતી ચાલુ વર્ષનો સોનેરી દિવસ સંવત્ ૨૦૫૪ કાર્તિક સુદિ-૩ તા. ૩.૧૧.૯૭ના રોજે આ સંસ્થાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. દ્વિશતાબ્દીના પ્રથમ દિવસે આજે સોનેરી સૂર્યથી પ્રભાત ખીલી ઊઠ્યું. સહુ કોઈના હૃદયમાં આનંદ આનંદ અને આનંદ હતો. શ્રી મહેસાણા શહેરમાં પ્રભુજીના બે રથ સાથે ૪૫ આગમોનો અભૂતપૂર્વ વરઘોડો, શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીના દેરાસરમાં ૪૫ આગમોની પૂજા-ભક્તિ વગેરે શ્રી જિનભક્તિ અને જ્ઞાનભક્તિથી આજનો દિવસ શ્રી જૈનસંઘમાં ઉલ્લાસમય બની ગયો. અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો આદિની નિશ્રામાં શતાબ્દીની વિશેષ ઉજવણી સં. ૨૦૫૪ મહા વદિ-૨/૩/૪ તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી, ૧૯૯૮ એમ ત્રણ દિવસ રાખવામાં આવી છે, જે પ્રસંગે આ પ્રસ્તુત શતાબ્દી-યશોગાથા ગ્રન્થનું પ્રકાશન આવકારદાયક બની રહે છે. શતાબ્દી પ્રસંગને અનુલક્ષીને પૂજ્યપાદ આચાર્ય ભગવંતો આદિના સદુપદેશથી સંસ્થાને સારું દાન મળ્યું છે – તે બદલ અમો પૂજય ગુરુભગવંતોના સદા ઋણી છીએ. જેઓએ સફળ પ્રયત્નોથી માતબર રકમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy