________________
મહેસાણા શહેરની દિવ્યતા ધીરેન્દ્રભાઈ આર. મહેતા (સુઈગામવાળા)
મહેસાણાની અસ્મિતાનો ઉજ્જવળ ઇતિહાસ જેનાં ગુણગાન અને મહિમા વર્ણન વગર અધૂરો છે. ભારતભરના જન-જનના હૃદયમાં જેના અસ્તિત્વે, જેના સાંનિધ્યે અને જેમના સત્સાહિત્ય વિદ્યા અને સંસ્કારિતાની દિવ્ય સુગંધ રેલાવી છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા વસાવનાર વનરાજ ચાવડાના વંશજો છે. પંજાજી ચાવડાના ત્રણ દીકરા પૈકીના મેસાજી ચાવડાના ભાગમાં મહેસાણાનો પટ્ટો આવ્યો હતો. “મેસાજી ચાવડાએ અહીં ગામ વસાવ્યું હતું એ વખતે કડી એ ઉત્તર ગુજરાતનું મથક ગણાતું હતું. મેસાજી એ અહીં પટેલ, ઠાકોર અને બારોટ તેમજ જૈનોને આશ્રય આપ્યા પછી વસેલા ગામને મહેસાણા નામ આપવામાં આવ્યું.
એ વખતે સંવત ૧૪૧૪ના ભાદરવા સુદ-૧૦ ના દિવસે મહેસાણા નામનું તોરણ બંધાયું. આજે પણ મહેસાણામાં ભાદરવા સુદ-૧૦ એક ઉત્સવની જેમ ઊજવાય છે.
એક દંતકથા પ્રમાણે મેસાજી એક જૈનાચાર્ય પાસે ગયા. જૈનાચાર્ય શ્રી પાર્શ્વનાથની મંત્રવિધિ-પૂજનની આરાધના કરાવી જેનાથી મેસાજીને સુખ, સમૃદ્ધિની છોળો તેમજ જૈન ધર્મ પ્રત્યે ખૂબ જ રાગ થતાં જૈનાચાર્યની પ્રેરણાથી મેસાજી ચાવડાએ મહેસાણામાં શિખરબંધી દેરાસર બનાવ્યું. આજે પણ મનોરંજન પાર્શ્વનાથ ભગવાનનું તે ભવ્યાતિભવ્ય દેરાસર મેઈન બજારમાં આવેલું છે.
મળી આવતા શિલાલેખો પરથી પ્રતીત થાય છે કે આ શહેર વિક્રમની ૧૩ મી સદીમાં વસેલું હશે. જામનગરના શ્રી શાંતિનાથ ભગવાનના) મંદિરમાં એક ધાતુની પ્રતિમા પર મહેસાણા નિવાસી શ્રેષ્ઠિશ્રી વીરપાળે તે પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે. મૂળનાયક શ્રી મનોરંજન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં એક સગૃહસ્થની પ્રાચીન મૂર્તિ છે જેના પર વિ. સં. ૧૨૫૭ અષાડ સુદ-૯ નો લેખ છે.
અહીંયાં પહેલાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલક્રમે જાહોજલાલી ભર્યા નગરમાં ભરતીઓટ આવી.
સમસ્ત હિન્દુસ્તાનના નકશામાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર ભારતભરના જૈન
૧૯૬)
સૌજન્ય : કૈલાસબેન પ્રવિણચંદ્ર શાહ, કાંદીવલી મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org