________________
પ્રવૃત્તિઓ ચલાવે છે જે ગૃહ ઉદ્યોગ સીવણ વર્ગ, શ્રી સરસ્વતી જૈન જ્ઞાનમંદિર રાહત દરે અનાજની દુકાન કેળવણીસહાય વગેરે. આવી પ્રવૃત્તિઓ સાધર્મિક બધુઓ માટે આદર બહુમાન રૂપ છે. સાથોસાથ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ સંસ્થા શહેરના ગૌરવમાં વધારો કરે છે. આશરે આપણાં ૬૨૮ ઘરો અને ૩૦૨૧ની સંખ્યા ધરાવતું મહેસાણા જૈન સંઘ એક વિશાળ વડવૃક્ષ બન્યું જેમાં ૧૪ ભવ્ય-જિન પ્રાસાદોથી પવિત્ર અને આહલાદક આવા મનમોહક મહેસાણામાં અનેક મંડળો અને મહિલા મંડળો શાસન સેવાનાં કાર્યોમાં મશગૂલ હોય છે. તદુપરાંત આયંબિલ ખાતું, શ્રી વીરચંદ કરમચંદ વાડી, જૈન સેનેટોરિયમથી ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓથી રણકી ઊઠે છે. મહાનગર મહેસાણા.
जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्डई ।
दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ॥ જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે, અર્થાત્ લાભ થવાથી સંતોષ ન થતાં લોભ વધારે ને વધારે વધ્યા કરે છે. જુઓને, પેલા કપિલ બ્રાહ્મણને કેવળ બે જ માસા સોનાનું કામ હતું, પણ પછી તો કરોડો માસા સોનું મળવા લાગ્યું તો ય સર્યું નહિ.
સૌજન્ય : શ્રી નવીનચંદ્ર કેશવલાલ બુલાખીદાસ કાપડિયા, ખંભાત
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org