________________
તરીકે લક્ષ્યમાં લઈએ કે “આ ધર્મજ્ઞાન, ભણનાર અને ભણાવનાર બંનેના સમ્યગુ દર્શનની નિર્મળતાનું કારણ બનવું જ જોઈએ.” ડગલે ને પગલે જીવનમાં બનતા સારા-નરસા પ્રસંગોએ આ જ્ઞાનનો પ્રકાશ લેનાર કદી પણ પીછેહઠ ન જ કરે. અને તેનું આત્મ-મુક્તિનું લક્ષ્ય સદાય જવલંત બન્યું રહે.” આ હેતુ લક્ષ્યમાં રાખીને જો દરેક તત્ત્વોની સમજ અપાય, તથા ધર્મક્રિયાનાં સૂત્રો અને અનુષ્ઠાનોની તાલીમ અપાય, તો આપણે જરૂર સુષુપ્ત બની ગયેલા ધર્મજ્ઞાનના પ્રકાશને વધુ ઝળહળતો સ્વપર અનેકને સક્રિય માર્ગદર્શક બનાવી શકીશું.
આપણી પાઠશાળાઓમાં અપાતા ધાર્મિક જ્ઞાનાનુષ્ઠાન તાલીમ વગેરેની પાછળ દેવ-ગુરુધર્મની ઉપાસનાનું આ તત્ત્વ જ્યારે પ્રવેશ પામશે, સંસારના મોહક-ભ્રામક સુખો, સામગ્રીઓ તરફ ધૃણા, વૈરાગ્ય પ્રગટાવવાનો સતત પ્રયત્ન ચાલશે, અને માત્ર સ્વસુખના રાગનાં બંધનોમાંથી મુક્ત થઈ, સર્વ હિતની, પરહિતની ભાવનાઓ દ્વારા થતા અનંત પુણ્યાનુબંધી પુણ્યના સર્જન અને પાપકર્મોના બંધ અને અનુબંધોનું શીધ્ર વિસર્જનની વાતો સમજાવશે, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય-માધ્યસ્થ ભાવનાઓનાં મૂલ્યાંકનો દ્વારા જીવન જીવવાની સુખમય આનંદમય કળાનું જ્ઞાન અપાશે, ત્યારે જરૂર આપણું આ ધાર્મિક શિક્ષણ જીવનસ્પર્શી બની શકશે.
આપણા વર્તમાન ધર્માનુષ્ઠાનો, ધાર્મિક ક્રિયાઓ અને દરેક જીવનપ્રસંગોને પ્રાણવાન બનાવવામાં અને ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ-સંસ્કરણની પ્રવૃત્તિઓ દ્વારા જ વ્યક્તિ સમાજ સંઘનું મંગલ, અભ્યત્થાન શકય બની શકે છે. એ વાતને જગતના ચોકમાં પ્રયોગસિદ્ધ કરીને રજૂ કરવામાં સક્રિય બની સહુ સફળતા પ્રાપ્ત કરે એ જ હાર્દિક અભિલાષા સાથે વિરમું છું.
- જય વીતરાગ.
[
સૌજન્ય થી ભરેન પાનાયક ગોર, મુંબઈ
સૌજન્ય : શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ
10)
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org