SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-ગુરુ ધર્મની શક્તિ અચિંત્ય છે. એ પ્રયોગ સિદ્ધ કરીને નવપદની સાધના દ્વારા કોઢિયામાંથી શ્રીપાળનું સર્જન કરીને જગતને જૈનદર્શનની વાહવાહ કરતું કરી દીધું ! આનું નામ હૃદય સ્પર્શી જ્ઞાન... ! આપણી ધાર્મિક જ્ઞાનની આદાન-પ્રદાનની વર્તમાન પ્રવૃત્તિની પાછળ આ લક્ષ્ય કંઈક ભુલાઈ રહ્યું હોય તેમ આપણા જ વર્તમાન જીવન ઉપરથી આપણે સમજી શકીએ છીએ. કર્મ ફિલોસોફીનું અધ્યયન કરનાર-કરાવનારા આપણા જ જીવનમાં જ્યારે ઇષ્ટ-અનિષ્ટ સંજોગો ઉપસ્થિત થાય છે, ત્યારે આપણી માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરીશું તો દેખાશે કે, સામાન્ય માનવીમાં અને આપણામાં શું તફાવત રહ્યો ? દા. ત. “અણધારી બિમારી આવી પડી. કુટુંબમાં મહત્ત્વની વ્યક્તિનો વિયોગ થયો, ઘણી મહેનત છતાં આર્થિક પરિસ્થિતિ વિકટ બની... સમાજમાં આપણું સ્થાન-માન-સન્માન ઘટી ગયું... ! કૌટુંબિક ક્લેશનું કારણ બન્યું ..., એ જ રીતે “ધાર્યા કરતાં વધુ ધન પ્રાપ્ત થઈ ગયું... ! આપણી યોગ્યતા કરતાં પણ વધુ માનમોભો પ્રાપ્ત થઈ ગયાં કૌટુંબિક-સામાજિક બધી જ અનૂકુળતાઓ ભોગ સુખ સામગ્રીઓ વધવા લાગી... આર્થિક વિકાસની તકો વધવા લાગી, અને એના કારણે પહેલાં કરતાં ધર્મસાધનાની તકો સમયના અભાવે ઘટવા લાગી... ! દેવ-ગુરુ-ધર્મ અને તત્ત્વની વાતો માત્ર શબ્દ જાળની શોભા જ બનવા લાગી, જીવનમાંથી એનું મહત્ત્વ ઘટી ગયું અને પરિણામે ધર્માનુષ્ઠાનો કે જ્ઞાનની વાતોએ માત્ર ‘ડ્રામિકલ રૂટિંગ” સ્વરૂપ ધારણ કર્યું... ! તત્ત્વજ્ઞાનને પણ આર્થિક વિકાસ માત્રનું માધ્યમ બનાવી દેવાની વૃત્તિઓ જાગી ઊઠી અને એ મુજબની પ્રવૃત્તિઓ થવા લાગી...!” ત્યારે... આવા પ્રતિકૂળ કે અનુકૂળ સંજોગોમાં આપણે કદી વિચારી શકીશું ? કે આ બધા કર્મજન્ય સંજોગો છે, અને એ પરિવર્તનશીલ છે. એમાં રાચવાનું કે રુષવાનું આપણને ન શોભે. આપણું એકમાત્ર લક્ષ્મ અધ્યાત્મપ્રાપ્તિ અને અધ્યાત્મપ્રચાર-પ્રસારનું કાયમી બની રહેવું જોઈએ. કર્મજન્ય-સંજોગો આપણને જરાપણ આ લક્ષ્યથી વિચલિત ન કરી જવા જોઈએ. ઉદ્વર્તના કરણ, અપવર્તના કરણ, સંક્રમણકરણાદિના સિદ્ધાંતો સમજનારા અને સમજાવનારા આપણે પણ, કર્મજન્ય સંજોગો વખતે માથે હાથ દઈને ચિંતાની ઊંડી ખીણમાં ધકેલાઈ આર્તધ્યાન-રૌદ્રધ્યાનના સકંજામાં સપડાઈ જતા હોઈએ છીએ. એ વખતે પેલા શ્રીપાળ અને મયણાસુંદરીનાં પાત્રો આપણને આપણા તત્ત્વજ્ઞાનને જીવનસ્પર્શી બનાવવાની પ્રેરણા આપી જાગ્રત કરે છે કે, “ગમે તેવી વિકટ પરિસ્થિતિ પણ દેવગુરુ ધર્મ સ્વરૂપ નવપદની સાધનાઉપાસના, પંચપરમેષ્ઠિ-નામસ્મરણ, જાપ-ધ્યાન-અહિંસા-સંયમ-તપધર્મના અચિંત્ય પ્રભાવે પરિવર્તન થઈ શકે છે. કર્મ કરતાં ધર્મની શક્તિ મહાન છે. એ વિશ્વાસ રૂઢ કરવાની જરૂર છે. એ જ રીતે સુખ-સૌભાગ્ય-સંપત્તિના સંયોગોમાં છકી જનારા આપણને એ બધો દેવ-ગુરુ ધર્મનો અચિત્ય પ્રભાવ છે, એમ સૂચવે છે.” ધર્મજ્ઞાનનો મુખ્ય હેતુ : - પાઠશાળાઓ દ્વારા કે બીજી રીતે સમ્યગુ જ્ઞાનના આદાનપ્રદાનની પ્રવૃત્તિમાં સંકળાયેલા આપણે સહુ જો આ મહત્ત્વની બાબતને ધાર્મિક શિક્ષણના મૂળહેતુ ૧૮૦ સૌજન્ય : શ્રી દિવ્યાનંદ જ્ઞાનમંદિર શ્રમણ સેવા ટ્રસ્ટ, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy