________________
જોઈએ. પોતાનાં બાળકોને પૂરેપૂરા ધર્મના જાણકાર બનાવવાં જોઈએ. ધનવાનોએ ધન ખર્ચી ઠેરઠેર પાઠશાળાઓનું નિર્માણ કરવું જોઈએ. બાળકોની બુદ્ધિ અને સમજ કેળવવાની ફરજ મા-બાપ અને વિદ્યાગુરુઓની છે.
પાઠશાળામાં આવનારના અધ્યવસાય નિર્મળ બને છે. કદાચ ક્ષયોપશમ-શક્તિ ઓછી હોય તો પણ કર્મની નિર્જરા તો અવશ્ય થાય છે. પાઠશાળા એ પરબનું કામ કરે છે. સમ્યજ્ઞાન ઠંડા પાણી જેવું છે. સંસારવાસનાના ધોમધખતા તાપથી બચવાના ઉપાય માત્ર સમ્યગુજ્ઞાન છે.
અંતે સમ્યગુજ્ઞાન-દાનનો પ્રવાહ અવિરત વહેતો રહેશે તો એક દિવસ આચરણ-શ્રદ્ધાભક્તિરૂપ સોનાનો સૂરજ ઊગેલો આપણે જોઈ શકીશું.
नाणस्स सव्वरस पगासणाय, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥
તમામ જ્ઞાન પ્રકાશમય – નિર્મળ થાય તેથી, અજ્ઞાન અને મોહનો ત્યાગ કરી દેવામાં આવે તેથી, અને રાગદ્વેષનો સમૂળ ક્ષય થઈ જાય તેથી, મનુષ્ય એવી સ્થિતિને પામે છે કે જે સ્થિતિમાં નર્યું સુખ, સુખ ને સુખ જ છે – જરાક પણ પરવશતા નથી.
(૧૭૦)
સૌજન્ય : શ્રી દિનકરરાય વરજીવનદાસ વોરા, વેરાવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org