SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠશાળાની આવશ્યકતા ભાવેશ રવીન્દ્રભાઈ (માંડલવાળા) આજના વિષમય વિષમ વાતાવરણમાં અનાર્ય સંસ્કૃતિના ફાલ્યા-ફૂલ્યા વાતાવરણમાં સુસંસ્કારો આપતી પાઠશાળાની તાતી જરૂર છે. સુવર્ણ ઘડાય છે ત્યારે જ માનવીના અંગ ઉપર અલંકાર તરીકે શોભે છે અને તેની કિંમત અંકાય છે તેવી જ રીતે બાળકોના જીવન ઘડતરની અતિ આવશ્યકતા છે. બાળક મટી આદર્શ બાળક તરીકે જગતમાં પંકાશે માટે તે અંગે જરાપણ બેદરકારી રાખવી જોઈએ નહિ. બાલ્યાવસ્થા એ એક એવી અવસ્થા છે કે જેમાં જેવા સંસ્કારો રેડવા હોય તેવા રેડી શકાય છે. બાલ્યાવસ્થાને કોરા કાગળ કે કોરી સ્લેટ સાથે સરખાવી શકાય. આજની શાળા-મહાશાળા સ્કૂલ કે કૉલેજમાંથી પણ સુંદર સંસ્કારોની આશા રાખવી તે વ્યર્થ છે, તેમાં આત્મા-પરમાત્મા, ધર્મ કે અધર્મનું શિક્ષણ ભાગ્યે જ અપાય છે. આજનું શિક્ષણ બસ ભણો અને કમાવો આ જ એક ધ્યેયવાળું છે. પેટ તો કૂતરા પણ ભરે પરંતુ આવું ઉમદા જીવન મેળવી જો જીવનને સફળ કરવામાં ન આવે તો જીવન એળે ચાલ્યું જાય. આ ધાર્મિક શિક્ષણ દ્વારા પાઠશાળાના માધ્યમ દ્વારા શ્રમણ-શ્રમણી ભગવંતો, ઉત્તમોત્તમ શ્રાવકો તૈયાર કરી શકાય. આ અવસર્પિણી કાળમાં અધ્યવસાય ટકાવવા પાઠશાળા એ ઉત્તમ માધ્યમ છે. પાઠશાળા એ એવી ઉત્તમ માતા છે કે જે આચારશુદ્ધિ, ઉચ્ચારશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ, વિચારશુદ્ધિ, આહારશુદ્ધિ વગેરે અનેક ગુણોનું પોષણ કરનાર છે. જ્ઞાન મેળવ્યા બાદ પચાવવાની શક્તિ જાગ્રત થાય છે. સંસ્કાર અભુત કામ કરે છે. બીજા જનમમાં પણ સંસ્કારની મૂડી જ સાથે આવે છે માટે સારા સંસ્કારોનું જો કોઈ ધામ હોય તો પાઠશાળાઓ છે. સારા સંસ્કારોને ટકાવવા ઉભટ વેષ, સિને સૃષ્ટિ, વિકૃત સાહિત્ય વગેરે ત્યજવાં જોઈએ. અત્યારે ભણતર વધ્યું છે ગણતર ઘટ્યું છે. ગણતર વગરનું ભણતર ઝાઝું હોય તો પણ નકામું માટે અનુભવ-જ્ઞાનની જરૂર છે અને તે ધાર્મિક શિક્ષણ દ્વારા મળી શકે છે. ચોમેર જડવાદનો પવન જોરશોરથી ફૂંકાતો હોય એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈએ પોતાની સમગ્ર શક્તિનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. આજના આ વાતાવરણમાં સમાજના હિતચિંતકો, ધર્મગુરુઓ, ધુરંધર આગેવાનો અને સમાજનો દોર જેના હાથમાં છે એવી વ્યક્તિઓએ આ પ્રશ્ન પ્રથમ તબક્કે વિચારી તે દિશામાં સક્રિય પ્રયત્ન કરવા પડશે. ઉપેક્ષાને દૂર કરવી પડશે. પાઠશાળાનાં બાળકોને કાર્યક્ષમ બનાવવાં | સૌજન્ય : શેઠ શ્રી ગોકળભાઈ મૂળચંદ જૈન ટ્રસ્ટ, વિસનગર (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy