________________
જાય છે.
જેમ શ્રીપાળ અને મયણાએ અરિહંતાદિ નવપદની અપૂર્વ ભાવભક્તિ કરી ઐહિક પારલૌકિક અને પરંપરાએ આત્મિક સુખ મેળવ્યું.
“દેહરે જાવા મન કરે, છઠ્ઠ તણું ફળ પાવે”
આ ચૈત્યવંદનમાં જણાવ્યા મુજબ અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ કરવાનો વિચાર કરવા માત્રથી છઠ્ઠનું ફળ મેળવે છે. ત્યારબાદ ચૈત્ય તરફ જતાં અનેકગણું ફળ પામે છે. અને જિનેશ્વર ભગવંતના દર્શનથી અનંતગણું ફળ પ્રાપ્ત કરે છે. આમ અરિહંતની ભક્તિથી અપરિમિત સુખ મેળવાય છે.
આ કલિયુગમાં પણ અરિહંતના ધ્યાનથી અરિહંત પરમાત્મા પ્રત્યે આદર્શભક્તિથી તેમને ભેટવા જતાં સંકટો દૂર થવાના અનેક દાખલા છે.
ઘણાં વર્ષો પહેલાં એક વખત કોઈ યાત્રાળુ પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથના ધ્યાનપૂર્વક યાત્રાર્થે આવતાં રસ્તામાં લૂંટારુઓ લૂંટવા આવ્યા. પરમાત્માના ધ્યાનથી શાસનદેવે ઘોડેસવાર સ્વરૂપે આવી રક્ષણ કર્યું. લૂંટારુઓથી બચાવ્યા. અને તે યાત્રિકો ભાવપૂર્ણ ભક્તિ કરવા નિર્વિને શંખેશ્વર પહોંચ્યા અને હર્ષના આંસુ સાથે અપૂર્વ ભક્તિ કરી.
જિનેશ્વર દેવોની આ સાચી ભક્તિ જૈન શાસનને સમજનાર જ પામી શકે છે.
જૈન શાસનને સમજવા માટે સમ્યજ્ઞાનની અનિવાર્ય જરૂર છે. આજે જૈન શાસનમાંજૈનોમાં આ સમ્યજ્ઞાન પ્રાથમિક રૂપે જૈન પાઠશાળા-જૈન જ્ઞાનશાળાઓના માધ્યમથી મળે છે. અને તે જૈન પાઠશાળાઓમાં અધ્યાપન કરાવનાર અધ્યાપક બંધુઓ હિન્દુસ્તાન ભરમાં જે કોઈ છે તે બહુલતયા મહેસાણા-શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં તૈયાર થયેલ છે.
આમ આ ભૌતિક યુગમાં પણ આત્મકલ્યાણનો શ્રેય કારી માર્ગ જિનભક્તિ છે તે જિનભક્તિનું રહસ્ય-તત્ત્વ સમજાવનાર શ્રી જૈન પાઠશાળાઓ, અને મહેસાણા પાઠશાળા અનિવાર્ય અંગ છે.
જેથી પાઠશાળાઓને ઠેર ઠેર ઊભી કરવી, સારી રીતે ચલાવવી, તેના પ્રાણરૂપ અધ્યાપક બંધુઓને તૈયાર કરનાર મહેસાણા પાઠશાળાને પણ જૈન સંઘે ભૂલવી ન જોઈએ. એ સમયને તકાદો છે. સુષુ કિં બહુના.
સૌજન્ય : શ્રી સુંદરલાલ મૂળચંદ કાપડિયા, મુંબઈ
(૧૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org