________________
આવા અરિહંત પરમાત્માને સત્ય સ્વરૂપે ઓળખી લેવાય, તેમણે બતાવેલ તત્ત્વોજીવાદિનું સ્વરૂપ (રહસ્ય) સમજી લેવાય, તે પરમેશ્વરે જે કહ્યું છે તે જ બરાબર છે. નિહિં TUત્ત તમેવ સર્વે તેવી શ્રદ્ધા થઈ જાય એટલે સમ્યક્ત આવી જાય, તો તેમના ચીંધેલા માર્ગે પ્રયાણ કરવાનું શક્ય બને, સુલભ બને.
આ વીતરાગદેવ એવા જિનેશ્વર પરમાત્માની ભક્તિથી કોઈ તરી ગયા. સંસાર તરવાનું જો કોઈ અમૂલ્ય સાધન હોય તો તે જિનભક્તિ જ છે.
રાવણે મંદોદરીના નૃત્ય સાથે તાલ મેળવી વીણાવાદન કરતાં મનને પરમાત્મામાં લીન બનાવીને પરમાત્મપણું ઉપાર્જન કર્યું. તીર્થકર નામ કર્મ બાંધ્યું.
તીર્થકરદેવની ભાવપૂર્ણ ઉત્તમોત્તમ દ્રવ્યોથી અષ્ટપ્રકારી (દ્રવ્ય) પૂજા પણ મુક્તિસુખનું અનન્ય સાધન બને છે. અષ્ટપ્રકારી પૂજામાંની એક-એક પૂજાથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયેલા નાગકેતુ આદિ અનેક આત્માઓ દષ્ટાન્ત રૂપ છે. અર્થાત્ જેમ જલપૂજા કરતાં ભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા છે. તે પ્રમાણે ચંદનપૂજા-પુષ્પપૂજા વગેરે કરતાં કરતાં કેવલજ્ઞાન મેળવનાર અગણિત આત્માઓ છે.
આ કલિયુગમાં લઘુકર્મી આત્માઓને ખરેખર જો કોઈ આધાર અવલંબન હોય તો જિન પ્રતિમા અને જિનાગમ છે. “જિનપડિમા જિનાગમ ભવિયણકો આધાર” પૂર્વાચાર્યોની આ પંક્તિ સાક્ષી પૂરે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પરમાત્માની મઝથી સ્તવના કરતાં કહે છે કે
तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलनपि,
विशृंखलापि वाग्वृत्तिः श्रद्धानस्य शोभतो" || હે વીતરાગ પરમાત્મા ! તમારે વિશે શ્રદ્ધા કરનારો હું તમારી સ્તવના કરતાં ખચકાવું, તો પણ ઉપાલંભને પાત્ર નથી. કારણ શ્રદ્ધાવાન આત્માની ત્રુટક ત્રુટકપણે વાણી દ્વારા કરાતી સ્તવના શોભે છે, યોગ્ય છે. કારણ ગુણગાન કરવામાં શ્રદ્ધા જ મુખ્ય કારણ છે.
પ્રભુપૂજા-પ્રભુદર્શન અને પ્રભુના ધ્યાનના માધ્યમથી ધ્યાતા ધ્યેયને જરૂર પામે છે. અરિહંત પદને પ્રાપ્ત કરે છે. પરંપરાએ નિર્વાણપદને પણ પ્રાપ્ત કરે છે. પરમાનંદનું બીજ જો કોઈ હોય તો જિનભક્તિ જ છે. આગમની પૂજામાં પણ કહ્યું છે કે
જેમ જેમ અરિહાને સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા”
જેમ જેમ અરિહંત પરમાત્માની ઉપાસના કરીએ તેમ તેમ વિશેષ જ્ઞાન યાવત્ કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
એવી કોઈ અદ્ભુત પળ આવી જાય. અરિહંતના સ્વરૂપમાં તન્મય બનેલા આત્માનો અરિહંતને ભાવોલ્લાસથી એક પણ નમસ્કાર થઈ જાય તો આત્મા ભવસમુદ્રથી જરૂર તરી
[૧૪]
સૌજન્યઃ શ્રી વિમળાબેન નવીનચંદ વખારિયા, કોલવડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org