SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણન છે. આઠમી ઢાળમાં આપણા આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ? તે જાણવા (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય આ પાંચ લક્ષણ જણાવ્યાં છે. નવમી ઢાળમાં અન્યદર્શનીને (૧) વંદન, (૨) નમન, (૩) ભક્તિ, (૪) અનુપ્રદાન =વારંવાર દાન કરવું, (૫) અન્યદર્શની સાથે આલાપ અને (૬) સંલાપ આ છના વર્જનરૂપ છે જયણા બતાવેલ છે. દશમી ઢાળમાં (૧) રાજાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિયોગ, (૫) ગુરુનિગ્રહ અને (૬) ભીષણ કાન્તારવૃત્તિ આ સમ્યક્તના છ આગાર જણાવેલ છે. અગિયારમી ઢાળમાં સમ્યક્ત એ (૧) ધર્મવૃક્ષનું મૂળ, (૨) ધર્મનગરનું દ્વાર, (૩) ધર્મમંદિરનો પાયો, (૪) સર્વ ગુણનો નિધિ, (૫) ધર્મનો આધાર અને (૬) ધર્મનું પાત્ર છે. આ છ ભાવનાઓ વારંવાર ભાવવી. બારમી ઢાળમાં (૧) આત્મા-ચેતના લક્ષણવાળો છે, (૨) નિત્ય છે, (૩) કર્મનો કર્તા છે, (૪) કર્મનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાય પણ છે. આ રીતે સમકિતનાં છ સ્થાનો બતાવ્યાં છે. આ રીતે બાર ઢાળમાં સમ્યગ્દર્શન ગુણનું વર્ણન કરી અને મોક્ષના ઉપાય રૂપે (૧) સમ્યજ્ઞાન અને (૨) સમ્યગ્વારિત્ર-અર્થાત્ ક્રિયા. આ બે દ્વારા સમ્યગ્દર્શનની આરાધના કરનાર આત્મા રાગ-દ્વેષ દૂર કરી, સમભાવનું અવગાહન કરે છે. આપણા જીવનમાં પણ આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અનુભૂતિ શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત થાય એ જ મંગળ કામના. ૧૩૮ સૌજન્યઃ શ્રી રસિલાબેન જયંતિલાલ દોશી, જેસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy