________________
દર્શન સપ્તકનો ક્ષય કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું વિશાળ સમ્યક્ત સપ્તતિ વગેરે ગ્રંથોમાં વર્ણવેલું છે. તેનો ટૂંક નિર્દેશ આ સઝાયમાં કર્યો છે.
અહીં સમ્યગ્દર્શનના (૧) ચાર શ્રદ્ધા (૨) ત્રણ લિંગ, (૩) દશ પ્રકારનો વિનય, (૪) ત્રણ શુદ્ધિ, (૫) પાંચ દૂષણ, (૬) આઠ પ્રભાવક, (૭) પાંચ ભૂષણ, () પાંચ લક્ષણ, (૯) છ જયણા, (૧૦) છ આગાર, (૧૧) છ પ્રકારની ભાવના અને (૧૨) સમકિતનાં છ સ્થાન. આ રીતે ૬૭ ભેદ બતાવ્યા છે. આ ૬૭ ભેદનું સ્વરૂપ એટલું સુંદર છે, રસપ્રચુર છે. અને સર્વોત્તમ છે કે જે સર્વોત્કૃષ્ટ ફળ આપવા સમર્થ છે. "
પૂ. ઉપા. મ. કહે છે કે –
એહનો તત્ત્વ વિચાર કરતાં, લીજે ભવપાર એ, આ સમ્યગ્દર્શનના તત્ત્વ =પરમાર્થનો વિચાર કરીએ તો સંસાર સમુદ્રનો પાર પામી જવાય, મોક્ષ સુખ સાધ્ય બને.
આ સઝાયની બાર ઢાળોની રચના કરવા દ્વારા એક-એક ઢાળમાં એક-એકે મુખ્ય ગુણનું તેના પેટા વિભાગ સાથે વર્ણન કર્યું છે.
પ્રથમ ઢાળમાં (૧) પરમાર્થ સંસ્તવ (૨) પરમાર્થ જ્ઞાતૃ સેવન (૩) વાપન્ન દર્શન-વર્જન (૪) કુદર્શન સંસ્તવ વર્જન - આ ચાર પ્રકારની સહણાનું સ્વરૂપ છે. બીજી ઢાળમાં (૧) શુશ્રુષા (૨) ધર્મરાગ અને (૩) વૈયાવચ્ચ આ સમકિતધારીનાં ત્રણ લિંગનું વર્ણન છે. આ ત્રીજી ઢાળમાં (૧) શ્રી અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધપ્રભુ, (૩) જિનચૈત્ય, (૪) શ્રતસિદ્ધાન્ત, (૫) યતિધર્મ, (૬) સાધુવર્ગ, (૭) આચાર્યદેવ, (૮) ઉપાધ્યાયજી મ., (૯) પ્રવચન સંઘ અને (૧૦) સમ્યગ્દર્શન. આ દશનો (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણસ્તુતિ (૪) અવગુણ વર્જન અને (૫) આશાતનાનું વર્જન-એમ પાંચભેદ વિનય બતાવેલ છે.
ચોથી ઢાળમાં - (૧) મનશુદ્ધિ, (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિનું સ્વરૂપ જણાવેલ છે.
પાંચમી ઢાળમાં સમકિતનાં પાંચ દૂષણ (૧) જિન વચનમાં શંકા, (૨) પરદર્શનની ઇચ્છા, (૩) ધર્મના ફળનો સંદેહ, (૪) મિથ્યાત્વીની પ્રશંસા અને (૫) મિથ્યામતિનો પરિચય વર્જન કરવાનું જણાવ્યું છે.
- છઠ્ઠી ઢાળમાં (૧) પ્રવચનિક, (૨) ધર્મોપદેશક, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) મન્ન-વિદ્યાવંત, (૭) સિદ્ધિસંપન્ન અને (૮) કવિ - આ રીતે જિન પ્રવચનની અપૂર્વ પ્રભાવના કરનાર આઠ પ્રભાવકના સ્વરૂપનો નિર્દેશ કરેલ છે.
સાતમી ઢાળમાં (૧) જિનદર્શનમાં કુશળતા, (૨) તીર્થસેવા, (૩) દેવગુરુની ભક્તિ, (૪) ધર્મદઢતા અને (૫) જિનશાસન પ્રભાવના-આ સમકિતને શોભાવનાર પાંચ ભૂષણનું
સૌજન્ય : શ્રી મનુભાઈ જીવરાજ શાહ, ધીણોજ
(૧૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org