________________
આ રાસમાં પદે પદે મિષ્ટ રસની વૃદ્ધિ થયા જ કરે.
જેમ કે પ્રારંભમાં પ્રજાપાલ રાજાએ બંને પુત્રીઓને શણગાર સજી સભામાં કરેલા અભ્યાસની (અધ્યયનની) પરીક્ષા માટે સભામાં બોલાવી અને સારીય સભા સમક્ષ પ્રશ્ન પૂછ્યો કે
કુણ લક્ષણ જીવિતતણું રે, કુણ મનમથ ધરનારી રે ! કુસુમ કુણ ઉત્તમ કહ્યું રે, પરણી શું કરે કુમારી રે //
આ ચારેય પ્રશ્નનો એક જ વચનમાં ઉત્તર આપવાનો ત્યારે સુરસુંદરી કહે તાતજી સુણજો સાસરે જાય એવી જ રીતે રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્ન પૂછ્યો કે -
આદ્ય અક્ષર વિણ જેહ છે રે, જગ જીવાડણહાર, તેહજ મધ્યાક્ષર વિના જગ સંહારણહાર અંત્યાક્ષર વિણ આપણું રે લાગે સહુને મીઠ; મયણા કહે સુણજો પિતાજી, જે મેં નયણે દીઠ.
આ વાતો આ બંને મહાપુરુષોની કૃતિમાં અનેક પ્રસંગો એક એકથી અતિ રસલ્હાણ પેદા કરનારા છે તેથી જ ગામેગામ અને શહેરે શહેરે વર્ષમાં બે વખત ઓળીની આરાધનામાં અતિરસાળ પદ્ધતિથી ગવાય છે, વંચાય છે.
છેલ્લે છેલ્લે પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રમાણ-નય દુર્નયની વાતો, નિશ્ચય અને વ્યવહારનું ખૂબ ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. જેના માટે એક ઉક્તિમાં કહ્યું છે કે –
જિમ જિમ બહુ શ્રુત ને બહુજન સંમત બહુ શિષ્ય પરવરિયો. તિમ તિમ જિન શાસનનો વછેરી જો નવિ નિશ્ચય (અનુભવ) ધરિયો. આ બાબત તેઓશ્રીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પણ વણી છે. પૂ. આનંદઘનજી મ. સાહેબે પણ સ્તવનમાં જણાવ્યું છે કેધામધૂમે ધમાધમ ચલી જ્ઞાનમારગ રહ્યો દૂર રે, વળી
“મત મત ભેદ રે જો જઈ પૂછીએ સહુ થાપે અહમેવ.” આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ, આ બધા પૂજયોનાં વચનો આ કાળમાં અતિચિંતન અને વિચારણા માગે છે.
આવાં સાફ સાફ વચનો બોલવાથી તેમને.....કરી દેવા માટે મારા રાખવામાં આવેલા અને તે વખતે તેઓશ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના સ્તવન ગાવામાં તન્મય થઈ જતાં.
અબ મોહે અઇસી આય બની.” કલાકો નીકળી જતાં જેઓને તેઓશ્રી માટે રાખ્યા હતા. તેઓ ઝોકાં ખાવા લાગ્યા. અને પૂજ્યશ્રી પસાર થઈ ગયા.
આવી કેટલીક હકીકતો આપણા વડીલ મહર્ષિઓ ગુરુ ભગવંતો પાસેથી સાંભળેલી સત્ય
૩િ૪)
સૌજન્યઃ શ્રી ભોગીલાલ અમૃતલાલ શાહ, કાંદીવલી મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org