________________
(ક) વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદનમંડન વગેરે જૈન શિલ્મના ગ્રંથો. (ખ) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ્કરંડક, આરંભસિદ્ધિ વગેરે જૈન જ્યોતિષ્કના ગ્રંથો.
(ગ) ધ્વજદંડ, પ્રતિષ્ઠાવિધાન, અહંદભિષેક, અહપૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે જૈન વિધિ-વિધાનના ગ્રંથો.
(ઘ) અઈચૂડામણિ. અષ્ટાંગ નિમિત્ત અંગવિદ્યા વગેરે જૈન નિમિત્તશાસ્ત્રના ગ્રંથો.
(ડ) પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ, સૂરિમંત્ર કલ્પ, ઉવસગ્ગહર કલ્પ, નમિઉણ કલ્પ વગેરે જુદા જુદા મંત્ર કલ્પના જૈન ગ્રંથો.
(ચ) સ્વરશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, વિવેક વિલાસ, ભદ્રબાહુસંહિતા વગેરે જુદા જુદા વિજ્ઞાનના ગ્રંથો.
(છ) યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાર્ણવ, યોગશતક વગેરે જૈન યોગના ગ્રંથો.
(જ) અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, દેશી નામમાળા, અભિધાન, રાજેન્દ્ર વગેરે જૈન શબ્દ કોશો તથા અનેકાંત રત્નમંજૂષા (જમાં અષ્ટલક્ષાર્થીમાં નાનો તે સૌમ્ ના આઠ લાખ અર્થ આપેલ છે) શતાર્થવાથી (જેમાં યોગશાસ્ત્રના પ્રથમ શ્લોક નો -ત્રિ ના એકસો ચાર અર્થ કર્યા છે) વગેરે શબ્દ ચમત્કૃતિના ગ્રંથો.
(9) જૈનશૈલીને અનુસરતા સંગીતશાસ્ત્ર, જૈન વૈદક, જૈન આહારવિધિ, ભસ્યાભઢ્ય વિવેક, ચૈતન્ય વિજ્ઞાન, કર્મવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ ગ્રંથો.
આ રીતે દરેક પ્રકારની જુદી જુદી યોગ્યતાઓવાળા આત્માઓ જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ જૈન સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે.
ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસો, ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સ્તવન-સઝાયનાં ઢાળીયાંઓ, સ્તવન ચોવીશીઓ, સ્તવન વિશીઓ, સમુદ્ર-વહાણ સંવાદ, ચૈત્યવંદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે. વર્તમાનમાં પણ સ્વ. આ. વિજયપ્રેમસૂરીશ્વરજી મ.શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિએ લાખો શ્લોક પ્રમાણ કર્મવિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે.
ઉપરોક્ત વિવિધ વિષયક ગ્રંથોના અભ્યાસ માટે વ્યવસ્થિત યોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ ઉચ્ચ પ્રકારનાં ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવે. તે તે ગ્રંથોના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભાં કરવામાં આવે તો પૂર્વના મહાપુરુષોએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાનાં જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર
સૌજન્ય : શ્રી કેશરબેન રતનચંદ કોઠારી, ભગુર (નાસિક). (૧૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org