________________
પૂર્વ મુનિવચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે... દેખિયે માર્ગ શિવનગરીના, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલિયે, પામીયે જેમ પરમધામ રે..
એ રસાસ્વાદ કઈ રીતે મળે ? આ માટે એકી સાથે ખૂબખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું Home-Work સોંપી દીધું છે મહોપાધ્યાયજીએ. આઠ સોપાનો છે અહીં.
ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો, સ્વાધ્યાય રુચિતાને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું. રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું. પૂર્વમહર્ષિઓનાં વચનોને વારંવાર સમરવાં અને કર્મોનો ક્ષય તરફ આગળ વધવું.
- સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ધર્મધારણા અને સ્વાધ્યાય, મોહને વારવા માટેનો અને રાગદ્વેષરૂપી ઝેરને ઉતારવાનો ઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે.
સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ત્રીજી કડીમાં પ્રબોધેલ આઠ સોપાનોમાં પણ સમત્વપુષ્ટિની વાત છે.
આગળ કહ્યું હતું કે બીજી અને ત્રીજી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨૬ થી ૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનામાં આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અન્ય બિંદુઓ.
અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજી અને ત્રીજી કડી : પ્રથમ ફાંટો, ચોથીથી ૨૩મી કડી સુધી બીજો ફાંટો. અને ૨૬મીથી ૨૮મી કડી સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના અને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ
ઉદાસીનતાના સંગમમાં સ્નાન કરનારના પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીનઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે “પરમધામ' સામે જ દેખાય છે.
સૌજન્ય : શ્રી કીર્તિલાલ અમૃતલાલ શાહ, પાટણ
(૧૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org