________________
“ચેતન ! જ્ઞાન અજવાળીએ.” જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહીં.
જ્ઞાન, અમોહ, ચિત્તધૈર્ય, આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો ક્રમ !
શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણું, અધૈર્ય દૂર થાય. ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય.
દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ સ્વરૂપ રે, કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે.
ચતુઃ શરણગમન, દુષ્કૃત નિંદા અને સુકૃત અનુમોદનાની ત્રિપુટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. “હું” કોણ અને “મારું” શુંની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ.
આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છે : તું કોણ છે? એ જાણ. તું શરીર નથી, તું મન નથી, તે શબ્દો નથી, તું પુદ્ગલ પરમાણુઓનો સંચય નથી, તું કર્મ દ્વારા ચાલિત પૂતળું નથી. તું એ બધાથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ “નેતિ, નેતિની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે.
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ, સ્વરૂપ રે” આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે.
પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે?
મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પવનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાંને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહીં. હા. દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે.
રૂપે પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે.” દૃષ્ટિ પેલા તરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભાવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે. - ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે;
જ્ઞાનરુચિ-વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે... રાગવિષ-દોષ ઉતારતાં, ઝારતાં દ્વેષ રસ શેષ રે;
૧૦૪
સૌજન્ય : શ્રી નરોત્તમ મોતીલાલ શાહ, પાટણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org