________________
સાહિત્યપ્રેમી શ્રી સોમચંદ દેવશીભાઈ શાહ (સોમચંદ ડી. શાહ)
રમણિકલાલ મણિલાલ સંઘવી (ભાભરવાલા)
ઉ. વ. ૮૬ શ્રી સિદ્ધગિરિરાજ પાલીતાણા
જેઓશ્રીનો જન્મ શંખેશ્વરજી તીર્થ નજીકના નગવાડા-ઝીંઝુવાડા પાસે થયો હતો. માતા પિતાદિ દ્વારા સંસ્કાર પામી ૧૪ વર્ષની વયે વિ. સં. ૧૯૮૪માં આ સંસ્થામાં દાખલ થઈ ત્રણેક વર્ષ રહી કર્મગ્રંથ, સંસ્કૃતાદિનો અભ્યાસ કરી અધ્યાપક તરીકે કઠોર(સુરત) આંગણજ, ઉમતા આમોદ, વઢવાણ શહેર અને આ સંસ્થામાં અનેકોના જ્ઞાનદાતા બન્યા.
આ સંસ્થામાં ગૃહપતિ તરીકે અભ્યાસીઓ પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પૂર્વક કાર્યકર્તા હતા. સમય મળે વીરશાસન, જૈન દુંદુભિ, અને મુંબઈ સમાચાર આદિમાં લેખો લખી શાસન સેવાનાં કાર્યો કર્યા. સાથે સંસ્થાનું શ્રેયસ્કર' નામે હસ્ત લેખિત માસિક શરૂ કર્યું હતું.
છેલ્લાં ૫૪ વર્ષથી પાલીતાણામાં કલ્યાણ માસિક અને સુઘોષા માસિકના સંપાદક, સંચાલક અને પ્રકાશક વિક્રેતા બની જિન શાસનના પ્રત્યેક અંગોને મૌલિક સિદ્ધાંતોની વફાદારીપૂર્વક સાચવનારા બન્યા.
છેલ્લાં દશ વર્ષથી ધંધાથી નિવૃત્ત થઈ દેવગુરુ, ધર્મની આરાધનામાં લીન છે, નમસ્કાર મહામંત્રના ૨૧લાખ જાપ, સાત હજાર સામાયિક, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય બેલાખ ચોસઠ હજાર હાલ થયા છે. આરાધના નોંધ કરવા પૂર્વક ચાલુ છે. ભારતભરમાં સુપ્રસિદ્ધ આ મહેસાણા માતૃસંસ્થા અને પાલીતાણા શ્રાવિકાશ્રમની સ્થાનિક કમિટીમાં વર્ષો સુધી સભ્ય તરીકે રહી સેવાનો લાભ લીધો છે અને લઈ રહ્યા છે.
સૌજન્ય : શ્રી ધોળીદાસ ગોદડદાસ, સમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org