________________
મોતીલાલ ડુંગરસીભાઈ શાહ ગુણવન્તભાઈ એમ. સંઘવી (ભાભર)
સમી પાઠશાળાના પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકશ્રીનો જન્મ સંવત ૧૯૭૭ ભાદરવા વદ ૧૩ માંડલ થયેલ. હાલ ૭૬ વર્ષ પૂર્ણ કરેલ છે.
ગુજરાતી ધો. ૬ સુધીનો અભ્યાસ કરેલ. આંખો બગડવાથી ધો. ૬ માં બે વરસ રહ્યા. ત્યારબાદ ટાઇફૉઇડની બીમારીમાં નસો સુકાવાના કારણે આંખે તકલીફ થઈ અને અંધત્વ પ્રાપ્ત થયું. ૧૮ વર્ષની ઉંમરે ૧૯૯૫માં મહેસાણાની આ સંસ્થામાં દાખલ થયા. પાઠશાળામાં તે ટાઇમે અભ્યાસ કરતા ચંદુલાલ પોપટલાલ શાહ પાસે અભ્યાસની અંધ લિપિ લખતા વાંચતાં શીખ્યા પછી અભ્યાસની ગાથાઓ લિપિ દ્વારા લખી ગોખવા દ્વારા પંચપ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, તત્ત્વાર્થ, બૃહત્ સંગ્રહણી મૂળ તથા અર્થ સાથે તેમ જ ક્ષેત્રસમાસાદિ વાંચન તેમ જ બે બૂક માર્ગોપદેશિકા, મંદિરાન્તપ્રવેશિકા વગેરેનો અભ્યાસ કરેલ.
અભ્યાસકાળ દરમ્યાન ૯૬ ની સાલમાં ઉપધાનતપની માળ. ૯૭ની સાલમાં પાંત્રીસ તથા વર્ધમાનતપની ઓળીનો પાયો અને નવપદજીની ઓળીની શરૂઆત કરેલ. ૯૮ની સાલમાં ૩ વર્ષ બાદ પાઠશાળામાંથી છૂટા થયેલ. પછી તેઓએ વર્ધમાનતપની ૧૦૦ ઓળી તથા બીજી વખત ફરી પાયો નાખી ૪૬ ઓળી કરવા સાથે સિદ્ધિતપ, શ્રેણીતપ, ચત્તારિ અઢ, ભદ્રતા, શત્રુંજય તપ, વીશસ્થાનક તપ, માસક્ષમણ, સોળભજું ૧૫-૧૧-૧૦, નવપદજીની ૪૫ ઓળી તેમ જ વિશિષ્ટ તપ દર પર્યુષણે અઢાઈ તપ કરેલ છે
તેમ જ વરસીતપ ઉપવાસ, છટ્ટ-અટ્ટમ અઢાઈ કરી તેઓશ્રીએ જીવનને નિર્મલ બનાવેલ છે.
ચોસઠ પહોરી પોષધ તથા પર્વના દિવસોમાં પોષધ તથા અધ્યયન કરાવતી વખતે સામાયિક નિયમો હોય જ. તેમના જીવનમાં જ્ઞાન દર્શન અને ચારિત્રના પ્રતીક સમાન ક્રિયાઓ વણાઈ ગયેલ છે ફક્ત સાધુપણું પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે લઈ શક્યા નથી બાકી તો તેઓશ્રીનું જીવન મહાપુરુષની પંક્તિમાં ગણીએ તો અતિશયોક્તિ નથી.
છેલ્લાં ૫૦ વરસથી સમીશ્રી જૈન સંઘની અંદર અધ્યાપન પ્રવૃત્તિ કરાવી રહેલ છે. એટલું જ નહિ પરંતુ પૂ. સાધુ સાધ્વીજી મ. સા. ની વૈયાવચ્ચ ભક્તિ તથા શ્રી સંઘના ધાર્મિક કાર્યોમાં સારો એવો રસ આજ સુધી લઈ રહ્યા છે આવા મહાન્ પુરુષના જ્ઞાન દર્શન આદિ ગુણોને કોણ યાદ ન કરે. યાદ કરી જીવન ધન્ય બનાવીએ.
સૌજન્ય : શ્રી પ્રવિણચંદ્ર સોમચંદ દુધખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org