________________
અર્પણ કરી હતી.
પંડિતજીના જીવનમાં કર્મસંયોગે દુઃખદ પ્રસંગો આવ્યા છે. પરંતુ આ પ્રસંગોમાં મનની સ્વસ્થતા, ધૈર્યતા, સહનશીલતા રહેતી. તે માટેનું કારણ પૂછતાં તેઓશ્રી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણાનો ઉપકાર માનતાં કહે છે કે કર્મસિદ્ધાન્તનું જ્ઞાન મેળવ્યા પછી દુઃખદ પ્રસંગોમાં “હાય” નહીં પરંતુ “હોય” આ સમજણથી વિષમતામાં સમતા અનુભવાય છે.
ધાર્મિક શિક્ષક હોય કે શિક્ષિકા બહેન દરેકને માનથી બોલાવવા, તેમની વાત સાંભળવી, શક્ય હોય તો તેઓને ઉપયોગી થવું અને વાત્સલ્ય આપવું-આવી ભાવના પંડિતજીના સંપર્કમાં આવનારને જોવા મળે છે. પંડિતજીને અંતરના ભાવભર્યા નમસ્કાર.
વિચાર યાત્રા..
કામ બનાવે પણ ખરી કામ બગાડે પણ ખરી. જેવો એનો ઉપયોગ... બુદ્ધિનો ધાગો જયારે શ્રદ્ધાની સોયમાં પુરાયેલો હોય તો એ દોરો આત્માનું મોક્ષ સાથે સંધાણ કરી આપે. એના બદલે એ જ બુદ્ધિનો ધાગો. જો માત્ર તર્કની પતંગમાં પરોવાય તો અહીંથી તહીં તર્કની ગોત ખાયા કરે... ધાગો પકડનારની આંગળીએ ચીરા પાડ્યા કરે. ને ક્યાંક ભોળા કબૂતરની પાંખને ફસાવી વગર લેવા દેવા બિચારાને લોહી લુહાણ પણ કરી મૂકે ! બુદ્ધિ મેળવવી એ બહાદુરી નથી બુદ્ધિને સારા માર્ગે વાપરવી એ બહાદુરી છે... દરેક શાશ્વતી ઓળીમાં સાંભળવા મળતાં શ્રીપાલ ચરિત્રમાં મહારાજા પ્રજાપાલની બંને કુમારિકાઓ સુરસુંદરી અને મયણાસુંદરીએ જણાવેલ જવાબ, ઉપરની વાતને સ્પષ્ટ કરે છે. સુરસુંદરીનો પુણ્યથી મેળવવાનો અભિગમ હતો ‘‘ચિત્ત-ચાતુરી” અર્થાત્ બુદ્ધિની ચતુરતા જ્યારે મયણાસુંદરીનો અભિગમ હતો મતિ-ન્યાયની”...અર્થાતુ ન્યાયના માર્ગે લઈ જનારી બુદ્ધિ કયી બુદ્ધિ માંગશો ? શ્રદ્ધાની સોયમાં પરોવાતી કે પતંગની કેન્યામાં પરોવાતી ?
૬૮
સૌજન્ય : અ સૌ. વસંતબાળા બળવંતરાય શાહ, રામગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org