________________
પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી
શ્રી વસંતલાલ મફતલાલ દોશી (સમી)
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પંડિત પ્રવર શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પાસે દ્રવ્યાનુયોગના ગ્રન્થોનો ઊંડાણથી અભ્યાસ કર્યો.
સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી વર્ષાનંદજી શાસ્ત્રી પાસે સંસ્કૃત વ્યાકરણ ન્યાય કાવ્યનો અભ્યાસ, સહાધ્યાયી પંડિતવર્ય શ્રી શિવલાલભાઈ સાથે પ. પૂ.આ.ભ. શ્રી લાવણ્યસૂરીશ્વરજી મ. સા. પાસે સંસ્કૃત વ્યાકરણનો અને પૂ. નૈયાયિક મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સા. પાસે ન્યાયનો અને પ. પૂ. આ.ભ. શ્રી ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મ. સા. પાસે સાહિત્યનો વિશેષ અભ્યાસ કર્યો.
પંડિતજી”ના હુલામણા નામથી પ્રસિદ્ધ શ્રી છબીલદાસભાઈ અભ્યાસ કરી સૌ પ્રથમ શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિર-ખંભાતમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
૪૮ વર્ષ સુધી ખંભાતમાં રહી હજારોની સંખ્યામાં પૂ. મુનિભગવંતો, પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા શ્રાવકો અને શ્રાવિકાઓને વિવિધ ગ્રન્થોનો અભ્યાસ કરાવ્યો. વાત્સલ્ય, ગંભીરતા અને મિલનસાર સ્વભાવથી પંડિતજીએ ખંભાતમાં દરેકની ચાહના મેળવી.
ધર્મપત્નીનો સ્વર્ગવાસ થતાં વ્યાપારાર્થે સુરતમાં રહેતા પુત્રો પાસે આવવાનું થયું.
છેલ્લાં બે વર્ષથી પંડિતજીને બહાર આવવા-જવાની અનુકૂળતા ઓછી રહેતી હોવાથી પૂ. સાધ્વીજી મ. સાહેબો ઘેર અભ્યાસ માટે જાય છે.
૮૦ વર્ષની ઉંમરે અને શારીરિક અનેક પ્રતિકૂળતાઓ છતાં પંડિતજીને અભ્યાસ કરાવતા જોનારને શારીરિક કોઈ પ્રતિકૂળતા જણાય નહીં.
શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિરમાં ૪૮ વર્ષ સમ્યજ્ઞાન પ્રદાન કર્યું તેથી શ્રી કેશવલાલ બુલાખીદાસના પરિવારને ભાવના થતાં પંડિતજીને મુંબઈ બોલાવી રૂ. ૧,૦૦,૦૦૦ સ્વીકારવા વિનંતિ કરી. આ પ્રસંગે પંડિતજીના સુપુત્રે પણ તેમને આ બાબતમાં આગ્રહ ન રાખવા ભારપૂર્વક કહ્યું પરંતુ પરિવારના વડીલોએ અતિઆગ્રહ કરતાં તેમના સંતોષ માટે રકમ સ્વીકારી. તે જ વખતે ઉપરોક્ત બન્ને પાઠશાળાના અભ્યાસકોના પ્રોત્સાહન માટે આ રકમ તેમને જ
સૌજન્યઃ શ્રી સુકારમલજી હંજારમલજી લુક્કડ, સુરત
૬િ૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org