SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧ : ગાથા-૩ આ પ્રમાણે શાસ્ત્રપાઠની સાક્ષીથી પણ જ્ઞાનયોગની પ્રધાનતા કરવી એ જ ઉત્તમ માર્ગ છે. કારણ કે તે દ્રવ્યાનુયોગ આશયશુદ્ધિજનક છે. અને આશય શુદ્ધિ અવશ્ય આચારશુદ્ધિને લાવે જ છે. बाह्यव्यवहार प्रधान करीनइं ज्ञाननी गौणता करवी. ते अशुभ मार्ग. ज्ञानप्रधानता રાવી, તે ઉત્તમ મા=બાહ્ય વ્યવહારને (શુદ્ધાહારાદિકની ગવેષણા વિગેરે ક્રિયામાર્ગને) પ્રધાન કરીને જ્ઞાનમાર્ગની (દ્રવ્યાનુયોગના અભ્યાસની) ગૌણતા કરવી તે અશુભમાર્ગ છે. કારણ કે દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના તીવ્ર આશય શુદ્ધિ ન આવવાથી કરાતો ક્રિયામાર્ગ અહંકાર, સ્વપ્રશંસા અને પરનિંદા આદિ દોષો લાવનાર બને છે. માટે જ્ઞાનમાર્ગની પ્રધાનતા રાખવી જોઈએ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. अत एव ज्ञानादिकगुणहेतु-गुरुकुलवास छांडी शुद्धाहारादिक यतनावंतनइं महादोषई ચારિત્રનિ દી છડું આ કારણથી જ જ્ઞાનાદિ રત્નત્રયી રૂપ ગુણોની સાધના કરવામાં હેતુભૂત (પરમસાધનભૂત) એવા ગુરુકુલવાસને છોડીને કેવળ એકલા શુદ્ધાહારાદિકની (આહાર-વિહાર-વિહારાદિની) જ જયણા પાળવાવાળા જીવોને સ્વતંત્રતા મળવાથી મોહરાજાના ઘણા મોટાદોષો પ્રવેશ પામવાથી ચારિત્રની હાનિ શાસ્ત્રોમાં કહી છે. આ બાબતમાં પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીકૃત ષોડશકની સાક્ષીગાથા આ પ્રમાણે છે गुरुदोषारम्भितया, लब्धकरणयत्नतो निपुणधीमिः । सन्निन्दादेश्च तथा, ज्ञायते एतन्नियोगेन ॥१-९ षोडशके ॥ ગુરુષારમિત =જે આત્માઓ દ્રવ્યાનુયોગના અભ્યાસ રૂપ જ્ઞાનમાર્ગને ગણ કરીને ક્રિયામાર્ગમાત્રને જ પ્રધાન કરે છે તેઓ ગુરુકુલવાસ ત્યજીને વિચરતા છતા સ્વચ્છેદ થવાથી “મોટા દોષોને સેવનારા બનતા હોવાથી” તથા નવ્વરયત્નતો (નપુ= ગુનાના નાના કાયિક દોષોનું (ર) અસેવન કરવામાં જ માત્ર પ્રયત્નશીલ (રચ્યા પચ્યા) હોવાથી, નન્નાદેશ સજ્જન-(જ્ઞાનયોગે જે જે મહાપુરુષો છે. પરંતુ ક્રિયામાં જે કંઈક ન્યૂન છે તેવા) આત્માઓની (ક્રિયાન્યૂનતા દેખીને) નિંદા-પરાભવ વિગેરે કરનારા હોવાથી, સાથતે પનિયોકોન નિપુણબુદ્ધિવાળા પુરુષો દ્વારા આ અશુભ માર્ગ છે. આમ નક્કી જણાય છે. માટે સાધક આત્માઓએ દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. અને તેના માટે અવશ્ય ગુરુકુલવાસ સ્વીકારવો જોઈએ. પરંતુ આહારાદિની શુદ્ધિને પ્રધાન કરીને ગુરુકુલવાસ છોડવો જોઇએ નહીં.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy