________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આશીર્વાદ વચનો પંક્તિનું હાર્દ આ છે કે સાવરણી ફેરવતી વખતે પ્રકાશ પાથરવો જોઈએ-હોવો જોઈએ. પહેલી વયમાં માણસ પ્રકાશ પાથર્યા કરે અને પાછલી વયમાં માત્ર સાવરણી ફેરવ્યા કરે એવો અર્થ જરા પણ સંગત નથી. તાત્પર્ય એ છે કે જ્ઞાન અને ક્રિયા બંને સમસામયિક હોવા જોઈએ. પરંતુ જેમ ઘોડાગાડીમાં ઘોડો પહેલા અને પછી ગાડી જોડી હોય તો સવારી સારી થાય અને ઇચ્છિત સ્થાને શીધ્ર પહોંચાય. એમાં પહેલાં એકલો ઘોડો આગળ ચાલે અને પાછળ ઘોડાથી દૂર એકલી ગાડી ચાલ્યા કરે એવું બનવાનું નથી. બંનેએ ચાલવાનું તો સમકાળે જ છે. ઘોડો આગળ ભાગે અને ગાડી પાછળ ઊભી રહે તો ગાડીમાં બેઠેલા ઠેરના ઠેર રહી જાય. “પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા આ શાસ્ત્રકથનને આ રીતે વિચારવાથી તેનું ખરું હાર્દ પામી શકાશે. સદા બન્નેનો સહયોગ જ રહેવો જોઈએ.
શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે કહ્યું છે કે વાણી (કે લેખન) ક્રમિક હોય છે. એક સાથે બધું સમકાળે કહી નંખાતુ નથી. ઘોડા-ગાડીનું વર્ણન કરવાનું હોય તો ક્રમશઃ પહેલાં પાનાના પાના ભરીને ભાગ-૧ રૂપે ઘોડાનું વર્ણન થાય અને પછી ભાગ-૨માં પાનાના પાના ભરીને ગાડીનું વર્ણન થાય. કદાચ બે ગ્રન્થના નામ જુદા પડે એકનું નામ “અશ્વ' હોય, બીજાનું નામ “ગાડી' હોય. પણ સૂક્ષ્મબુદ્ધિ પરીક્ષક સમજી શકે છે કે આ બન્ને ગ્રન્થ ભેગા થઈને એક સમન્વિત “ઘોડાગાડી’નું વર્ણન કરે છે. પરીક્ષક એ પણ સમજી શકે છે કે આ રીતે બોલવામાં, લખવામાં કે વાંચવામાં ભલે ઘોડા-ગાડીનો કાળ ભિન્ન ભિન્ન હોય, પણ તેના વપરાશ વખતે ઘોડો અને ગાડી બંનેને એક સાથે જ પ્રયોજવામાં છે. ઓપરેટ કરવાનાં છે. અલગ અલગ કાળમાં નહીં.
જ્ઞાન-ક્રિયાનું પણ એવું જ છે- એના વ્યુત્પાદક ગ્રન્થો ભલે અલગ અલગ હોય પણ મોક્ષપ્રાપ્તિ માટે બંનેને સાથે જ પ્રયોજવાના છે. એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને કે બંનેને પરસ્પર નિરપેક્ષ પ્રયોજવાથી મોક્ષ ન જ મળે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે ચરણ-કરણાનુયોગને દર્શાવનારા માર્ગ પરિશુદ્ધિ, યતિધર્મસમુચ્ચય વગેરે ઘણા ગ્રન્થો રચ્યા છે. તે ગ્રન્થોમાં ચારિત્રક્રિયા-ચરણકરણાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. જ્યારે દ્રવ્યાનુયોગના ગ્રન્થોમાં દ્રવ્યાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પહેલી ઢાળમાં દ્રવ્યાનુયોગના પુષ્કળ ગુણ