________________
૪૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આશીર્વાદ વચનો શાસનદેવ તેમને દીર્ઘ આયુષ્ય અને પૂર્ણ સ્વાથ્ય અર્પણ કરે, કે જેના દ્વારા હજી તેઓ ઉત્તરોત્તર વિશિષ્ટ ગ્રંથોના સંશોધન-સંપાદન-સર્જન કરી સંઘના જ્ઞાનવારસાને સમૃદ્ધ કરી શકે.
અમારા પૂજ્ય ગુરુદેવશ્રી આ. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ચાલતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને તેઓના આવા જ્ઞાનવર્ધક કાર્યો ઉપર પહેલેથી જ પૂર્ણ સદ્ભાવ છે. તેઓના આવા સર્જનકાર્યમાં ટ્રસ્ટ યથાયોગ્ય સહયોગ આપી કૃતાર્થ બની રહ્યું છે.
પ્રાંતે એટલું જ કહીશ, કે કઠણ લાગતા અને નામ સાંભળીને જ ગભરાટ ઉભો કરતા આ “રા'નું વિવેચન જ્યારે થઈ જ ચુક્યું છે. તેનાથી કઠણ લાગતો ગ્રંથ ઘણો સરળ થઈ ગયો છે. ત્યારે અનેક જ્ઞાનપિપાસુ આત્માર્થી આત્માઓ આ ગ્રંથનો અભ્યાસ કરી સૂક્ષ્મબોધ દ્વારા મહિને પરિકર્મીત કરે, આત્માને શુદ્ધ કરે અને શીધ્ર શુદ્ધ દ્રવ્યગુણપર્યાયના આસામી બને એજ એક અંતરની અભ્યર્થના.
પિંડવાડા કા. સુ. ૧, સં. ૨૦૬૧
પૂ. આ. વિ. હેમચંદ્રશિશુ પં. કલ્યાણબોધિવિજયજી