________________
૩૫૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૨૨-૨૩ અને સ્વગુણમાત્રમાં જ પરિણતપણું. તે સાંસારિક દુનિયાના લોકો સમજી શકે તેમ નથી. આવી રીતે લોકો ને સમજી શકે તેવા પ્રકારના જે જે અર્થો છે. એટલે કે લોકથી અતિક્રાન્ત અર્થો જે છે. તે તે નિશ્ચયનયનો ભેદ (વિષય) થાય છે. આમ જાણવું. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને પારણું પૂરણશેઠે કરાવ્યું. પરંતુ પારણું કરાવવાની નિર્મળ પરિણતિ કિરણશેઠની હતી. ભરત મહારાજા છ ખંડના રાજા ચક્રવર્તી હતા. પરંતુ રાજ્ય પ્રત્યે કતૃત્વ-મમત્વ-ભોક્નત્વ આદિ રહિત બુદ્ધિ હોવાથી આરિલાભુવનમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમયે જે નિર્મોહ-નિર્દોષ દશાવાળી આત્મદ્રવ્યની નિર્મળપરિણતિ આ સર્વે નિશ્ચયનયનો વિષય છે. આવી ભાવનાથી લોકોત્તર અર્થની પ્રાપ્તિ થાય છે. તથા બુદ્ધિમાં પણ ન બેસે એવી અને લોકોત્તર અર્થ સાધી આપે એવી ગુણસાગર અને પૃથ્વીચંદ્રરાજાની જેમ ઉત્તમ ભાવના આવે છે. તે સર્વે નિશ્ચયનયનો વિષય છે. | ૧૩૦ ||
जेह व्यक्तिनो भेद देखाडिइ, "अनेकानि द्रव्याणि, अनेके जीवा" इत्यादि रीतिं, ते व्यवहारनयनो अर्थ. तथा उत्कटपर्याय जाणीइं, ते पणि व्यवहारनो अर्थ-अतएव-"णिच्छयणयेण पंचवण्णो भमरे, ववहारणएण कालवण्णे" इत्यादि सिद्धान्तइं प्रसिद्ध छइ.
નિશ્ચયનયના અર્થ સમજાવીને હવે વ્યવહારનયના અર્થ સમજાવે છે. વ્યવહારનયના પણ જુદી જુદી ત્રણ રીતે અર્થબોધ કરાવે છે.
(૧) જે નય ઘણી વ્યક્તિઓનો ભેદ દેખાડે છે તે વ્યવહારનય જાણવો.
ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા, અવકાશ સહાયક્તા, પરસ્પર ઉપગ્રહતા અને ભોગની સહાયકતા સ્વરૂપે આ સંસારમાં અનેકદ્રવ્યો છે. અને તે દ્રવ્યો પરસ્પર ભિન્ન ભિન્ન છે. તથા એકેન્દ્રિયાદિ રૂપે, પૃથ્વીકાયાદિરૂપે, સ્ત્રી-પુરુષાદિ રૂપે, બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ભેદે, રાજા-રંક, રોગી નિરોગી, સુખી-દુખી, ઈત્યાદિ ભાવે જીવદ્રવ્યના અનેક ભેદો છે અર્થાત્ અનેક (અનંત) જીવદ્રવ્યો છે. આ પ્રમાણે ભેદપ્રધાન દૃષ્ટિવાલો જે અર્થ તે વ્યવહારનયનો અર્થ (વિષય) જાણવો.
(૨) તથા વસ્તુમાં અનેક (અનંત) ધર્મો (ગુણો) હોવા છતાં પણ જ્યાં જે ઉત્કટ પર્યાય જણાય તેનું જ જે પ્રતિપાદન થાય છે. વિશિષ્ટ પર્યાય જણાય, ઉત્કૃષ્ટ પર્યાય જણાય, લોકમાં પ્રસિદ્ધ પર્યાય જણાય તે પણ સઘળો વ્યવહારનયનો વિષય છે. (અહીં મરે અને ર્નિવUUો પ્રયોગ છે તે આર્ષપ્રાકૃતમાં પ્રથમ એકવચન હોય