________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૨૨-૨૩
૩૫૫
જે જે વિષયભોગના સાધનભૂત બાહ્ય પદાર્થો છે. તેના મોહમાં આસક્ત બનેલા આત્માઓને તે ભૌતિક પદાર્થોનો મોહ છોડાવીને આત્માના આન્તરિક ભાવો પ્રત્યે આકર્ષવા સારૂં આ નિશ્ચયનય જે જે બાહ્યપદાર્થો છે. તે તે બાહ્યપદાર્થોને વિષે ઉપચારપણું (અવાસ્તવિકપણું) સમજાવીને અભ્યન્તરભાવો જ વાસ્તવિક છે. આમ સમજાવે છે. તેનો અર્થ એવો ન કરવો કે બાહ્યપદાર્થો નથી જ, કે મિથ્યા છે. પરંતુ તે શાશ્વત આત્મસુખના ફળને આપનારા નથી. તેથી તે આત્મહિતમાં ઉપકારક નથી. આમ તેના પ્રત્યેનો રાગ ઘટાડવા અને ઉપાદેયબુદ્ધિ છોડાવવા માટે બાહ્ય પદાર્થોમાં ઉપચારપણું જણાવીને અભ્યન્તરભાવોની પ્રધાનતા કરે છે. અભ્યન્તરભાવોને જ સુખના સાધન તરીકે બાહ્યપદાર્થની જેવા માનવાનો ઉપદેશ આપે છે. જેમ કે–
समाधिर्नन्दनं धैर्यं, दम्मोलिः समता शची ।
ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ १ ॥ इत्यादि श्री पुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः ॥
ઇન્દ્ર મહારાજાને સુખના સાધન રૂપે ફરવા માટે નંદન વન હોય છે, વજ્રરત્ન હોય છે પટરાણી હોય છે. મહાવિમાન હોય છે. તેવી જ વિભૂતિ મુનિને પણ (આન્તરિકરીતે) હોય છે. જેમ કે ૧ સમાધિ એ નંદનવન છે. ૨ ધૈર્ય એ વજ્ર છે. ૩ સમતા એ પટરાણી છે. અને જ્ઞાન એ જ મહાવિમાન છે. ઈન્દ્રમહારાજા નંદનવનથી, વજ્રરત્નથી, પટરાણીથી, અને મહાવિમાનથી જેમ ભોગસુખનો આનંદ માણે છે. તેવી જ રીતે મુનિમહાત્મા સમાધિથી, ધૈર્યગુણથી, સમતાથી, અને જ્ઞાનગુણથી આત્મિકસુખનો આનંદ માણે છે. તેથી મુનિમહારાજને ઈન્દ્રથી કંઈ કમીના નથી. આ શ્લોક પૂજ્ય ઉપાધ્યાયજીકૃત જ્ઞાનસારાષ્ટકનો ૨૦મા અષ્ટકનો બીજો શ્લોક છે.
આ પ્રમાણે પુંડરીક અધ્યયન આદિના અર્થો પણ સમજી લેવા.
जे घणी व्यक्तिनो अभेद देखाडिइ, ते पणि निश्चयनयार्थ जाणवो. जिम " णो आया" इत्यादि सूत्र, वेदान्तदर्शन पणि शुद्धसंग्रहनयादेशरूप शुद्धनिश्चयार्थ सम्मति ग्रंथई कहिउं छई.
(૨) નિશ્ચયનયનું બીજુ સ્વરૂપ સમજાવતાં કહે છે કે જે નય ઘણી વ્યક્તિનો અભેદ દેખાડે, તે પણ નિશ્ચયનયનો અર્થ જાણવો જેમ કે કોઈ જીવ આ સંસારમાં કર્મોદયના કારણે રાજા-રંક હોય, સુખી-દુઃખી હોય, સ્ત્રી-પુરુષ હોય, રૂપવાન-કપ હોય, રોગી નિરોગી હોય, બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ભેદવાળો હોય, છતાં તે બધા ભેદો