________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૮-૧૯
૩૪૫ उपचारबहुलो विस्तृतार्थो लौकिकप्रायो व्यवहारः ।
इम इ करतां नयभेदनई जो उपनय करी मानस्यो, तो- "स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्" ए लक्षणई लक्षित ज्ञानरूप प्रमाणनो एकदेश मतिज्ञानादिक, अथवा-तद्देश अवग्रहादिक, तेहनइं उपप्रमाण पणि कां नथी कहता ? तस्मात् नय उपनय ए प्रक्रिया बोटिकनी शिष्य बुद्धिधंधन मात्र जाणवी. ॥ ८-१९ ॥
ઉપર કહેલી આ જ વાતને વધારે દૃઢ કરતાં જણાવે છે કે તમે જે ત્રણ પ્રકારના ઉપનય કહ્યા, તે પણ ખોટું છે. કારણ કે નયોની પાસે જે વર્તે અથવા જેમાં ઉપચાર હોય તે ઉપનય કહેવાય. આવી તમારી ઉપનયની વ્યાખ્યા છે. પરંતુ તે બધા ઉપનયના પાડેલા ભેદો વ્યવહારનયમાં અને નૈગમાદિક નિયોમાં સમાઈ જ જાય છે. તેનાથી જરા પણ અલગા ભેદો નથી. કારણ કે વ્યવહારનયની તત્ત્વાર્થસૂત્રમાં આવી જ વ્યાખ્યા આપી છે કે “ઉપચારની બહુલતાવાળો, વિસ્તૃત અર્થવાળો, અને પ્રાયઃ લોકમાર્ગને અનુસરનારો જે નય છે. તે વ્યવહારનય છે” એટલે સદ્ભૂતવ્યવહાર, અસદ્ભુત વ્યવહાર અને ઉપચરિત અસભૂત વ્યવહારના તમે જે જે ભેદો ગણાવ્યા છે. તે સઘળા ભેદો વ્યવહારનયમાં અને નૈગમનયમાં સમાઈ જ જાય છે. નયોમાં જ જો સમાતા હોય તો ઉપનયની કલ્પના કરવાની શું જરૂર ? સૂત્રવિરૂદ્ધ મન ફાવે તેમ કલ્પનાઓ કરવાથી ઉસૂત્રભાષણનો મહાદોષ લાગે છે.
(૪) તથા વળી ચોથો દોષ પણ લાગે છે. તે આ પ્રમાણે- ૩ વરતાં = આ પ્રમાણે આ (નયો અને ઉપનયોની) કલ્પનાઓ કરતાં નયના ભેદોને જો ઉપનય રૂપે બનાવીને ઉપનયો જુદા માનશો. તો સ્વ-પરનો વ્યવસાય કરાવનારૂં જે જ્ઞાન (એટલે કે જ્ઞાનનો અને શેયનો નિર્ણય કરાવનારો જે બોધ) તે પ્રમાણ કહેવાય છે. આવી “પ્રમાણ” શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોમાં આવે છે. તે પ્રમાણજ્ઞાનનો એકદેશ જે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન આદિ, અથવા તેનો પણ એકદેશ જે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા, વિગેરે, તે સર્વેને તમારે ઉપપ્રમાણ પણ કહેવા જોઈએ. તમે તેને ઉપપ્રમાણ પણ કેમ કહેતા નથી ? કારણ કે જેમ નયની પાસે રહે તે ઉપનય કહેવાય, તેવી જ રીતે પ્રમાણની પાસે વર્તે તે ઉપપ્રમાણ કહેવાય. અહીં મતિજ્ઞાનાદિ ઉત્તરભેદો, અને અવગ્રહાદિ તેના પણ ઉત્તરભેદો, પ્રમાણના અંશ-પ્રતિઅંશ સ્વરૂપ હોવાથી પાસે વર્તનારા જ થયા. તેથી ઉપપ્રમાણ પણ કહેવા જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં ઉપનય અને ઉપપ્રમાણ શબ્દો તથા તેવા અર્થો અને તેનાં ઉપનય અને ઉપપ્રમાણનાં ઉદાહરણો ક્યાંય આવતાં નથી.