________________
૩૩૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૬-૧૭ પ્રશ્ન- નયવિભાગમાં ૭ ના ૯ કરવામાં દોષ આવે છે. તો નવતત્ત્વના વિભાગમાં એવું શું વિશિષ્ટ પ્રયોજન છે કે ત્યાં ૨ ના ૯ કરવામાં દોષ આવતો નથી? ૨ તત્ત્વોનાં ૯ તત્ત્વો કરવામાં એવું વિશિષ્ટ પ્રયોજન શું છે ? તે સમજવો અને નવિભાગમાં તેવું શું પ્રયોજન નથી. જેથી નવિભાગમાં દોષ આવે છે. આ ભેદ બરાબર સમજાવો.
ઉત્તર– “તત્ત્વપ્રક્રિયામાં ૨ ના ૯ તત્ત્વ કરવામાં હવે સમજાવાય છે. તે પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રયોજન છે. માટે ૨ તત્ત્વનાં ૯ તત્ત્વો કરી શકાય છે = કહી શકાય છે. તે ભિન્ન પ્રયોજન આ પ્રમાણે છે.
जीव अजीव ए २ मुख्य पदार्थ भणी कहवा. बंध मोक्ष मुख्य हेय उपादेय छइ, ते भणी, बंध कारणभणी आश्रव, मोक्ष मुख्यपुरुषार्थ छइ, ते मार्टि तेहनां २ कारण-संवर निर्जरा कहवां. ए ७ तत्त्व कहवानी प्रयोजन प्रक्रिया. पुण्य पाप रूप शुभाशुभबंधभेद विगतिं अलगा करी, एहज प्रक्रिया ९ तत्त्वकथननी जाणवी.
इहां-द्रव्यार्थिक-पर्यायार्थिकई भिन्नोपदेशनु कोइ प्रयोजन नथी ॥ ८-१६ ॥
જીવ અને અજીવ આ બે મુખ્ય પદાર્થો છે.” એ (મi=) આશ્રયીને કહ્યા છે. વાસ્તવિક પદાર્થ સ્વરૂપે, દ્રવ્યાત્મકપણે બે જ તત્ત્વો છે. બાકીનાં ૭ તત્ત્વો એ કંઈ પદાર્થ નથી. દ્રવ્ય નથી. પરંતુ આ જીવ-અજીવ એવા બે પદાર્થનું સારુ-નરસું સ્વરૂપ છે. બે તત્ત્વો પદાર્થાત્મક છે. દ્રવ્ય સ્વરૂપે વસ્તુ છે. સાત તત્ત્વો તેના સ્વરૂપાત્મક છે. બે તત્ત્વો દ્રવ્ય છે. સાત તત્ત્વો તેના સારાનરસા પર્યાયાત્મક છે. આ રીતે બે તત્ત્વો mય માત્ર છે. જાણવા યોગ્ય જ માત્ર છે. તેમાંથી કંઈ મેળવવાનું કે છોડવાનું નથી. માત્ર રે જ છે. જ્યારે બીજાં સાત તત્ત્વોમાં મેળવવાનું અને છોડવાનું છે. કાલે અને દેય છે. તે આ પ્રમાણે
બંધતત્ત્વ અને મોક્ષતત્ત્વ અનુક્રમે હેય અને ઉપાદેય છે. તે (મીક) આશ્રયી જુદા કહ્યા છે. બંધતત્ત્વ જીવને સંસારમાં જન્મમરણની પરંપરામાં રખડાવનાર છે માટે હેય છે. જ્યારે મોક્ષતત્વ જીવને અનંત ચિદાનંદનું સુખ આપનાર છે માટે ઉપાદેય છે. આ રીતે હેય-ઉપાદેયતાને આશ્રયીને બંધ-મોક્ષતત્ત્વ જીવ-અજીવથી જુદા કહ્યા છે. એક છોડવા જેવું છે. અને બીજું મેળવવા જેવું છે. આ પ્રયોજન જાણવું.
આશ્રવતત્ત્વ એ બંધનું કારણ છે. આશ્રવોથી કર્મોનો બંધ થાય છે. હવે જો બંધ હેય હોય તો તેના કારણભૂત આશ્રવો પણ હેય જ હોય છે. આમ જણાવવા માટે બંધતત્ત્વથી આશ્રવતત્ત્વ ભિન્ન કહેલ છે. આ બે તત્ત્વ વચ્ચે કાર્ય-કારણભાવ છે.