________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫
૩૨૯ “આ શબ્દનય છે” એમ એક જ સંજ્ઞાએ (એક જ નામમાં) સંગૃહીત કર્યા છે. એટલે કે આ ત્રણેનું નામ એક કર્યું છે. તો પણ તે ત્રણેમાં કંઈક કંઈક વિષયભેદ છે. તેથી ત્રણે નયોને ભિન્ન ભિન્ન કરવામાં કોઈ દોષ નથી. કારણ કે જ્યાં જ્યાં વિષયભેદ હોય છે. ત્યાં ત્યાં નયભેદ અવશ્ય હોય જ છે. તેમ અહીં આ ૩ નયોમાં વિષયભેદ છે. માટે ૧ સંજ્ઞાથી સંગૃહીત થયેલા ૩ નો અમે ભેદ કર્યો છે. અને વિષય ભેદ પ્રમાણે નયભેદ અવશ્ય કરી શકાય છે. કારણ કે જુદો નય માનવાનું કારણ જ વિષયભેદ છે. ૧. સાંપ્રતનય- જ્યાં લિંગભેદ, વચનભેદ, કારકભેદ વિગેરે પ્રમાણે અર્થભેદ હોય તે. ૨. સમભિરૂઢનય- જ્યાં પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ હોય તે. ૩. એવંભૂતન – જ્યાં શબ્દના અર્થપ્રમાણે ક્રિયાપરિણત અર્થ હોય તે.
આ પ્રમાણે આ ૩ નયોને જુદા કરવામાં જેવો વિષયભેદ (પ્રત્યેક નયનો વિષય જુદો જુદો) છે. પહેલામાં લિંગાદિભેદ, બીજામાં વ્યુત્પત્તિભેદ અને ત્રીજામાં ક્રિયાપરિણતભેદ રૂપે જેવો વિષયભેદ છે. તેવો રૂદાં વિષય એક નથી. વિષયભેદ આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયામાં નથી. તેથી અમે શ્વેતાંબરોએ પાંચ નયના સાત નય જરૂર કર્યા છે. પરંતુ તેનો દાખલો લઈને તમે જે સાત નયના નવ નિયો કરવાનો બચાવ કરો છો તે માર્ગ શોભાસ્પદ નથી. કારણ કે સાત નયોથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષયભેદ બીલકુલ નથી.
जे- द्रव्यार्थिकना १० भेद देखाड्या, ते सर्व शुद्धाशुद्ध संग्रहादिक मांहिं आवइ, जे- ६ भेद पर्यायार्थिकना देखाड्या, ते सर्व उपचरितानुपचरितव्यवहारः, शुद्धाशुद्ध ऋजुसूत्रादिकमांहिं आवइं
મૂલ ૭ નયોના ૯ નવો જે કર્યા છે. તેનું નિરસન જણાવીને હવે તેના ઉત્તરભેદો ૧૦-૬-૩-૨-૨-૨-૧-૧-૧=કુલ ૨૮ કર્યા છે તેનું નિરસન કરે છે.
તથા વળી દિગંબરાચાર્યે નયચક્રગ્રંથમાં દ્રવ્યાર્થિકનયના જે ૧૦ ભેદો દેખાડેલા છે. (કે જેનું વર્ણન અમે ઢાળ પાંચમીની ગાથા ૯ થી ૧૯માં કર્યું છે.) તથા પર્યાયાર્થિકનયના જે ૬ ભેદો દેખાડેલા છે (કે જેનું વર્ણન અમે ઢાળ ૬ઠ્ઠીની ગાથા ૧ થી ૬ માં કરેલું છે) તે સર્વે ભેદો નૈગમાદિ સાતનયો પૈકી સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રાદિ નયોમાં સમાઈ જ જાય છે. જુદા ભેદો કરવાનું કોઈ પ્રયોજન નથી. તે આ પ્રમાણે