________________
૩૧૮
ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પજ્જવનય તિઅ અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચાર | જિનભદ્રાદિક ભાસિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે .
પ્રાણી પરખો આગમભાવ . ૮-૧૨ // સિદ્ધસેન મુખ ઈમ કહઈ રે, પ્રથમ દ્રવ્યનય તીન | તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાશ્યક લીન રે ,
પ્રાણી પરખો આગમભાવ ! ૮-૧૩ || ગાથાર્થ– પર્યાયાર્થિકનય છેલ્લા ત્રણ નયોમાં, અને દ્રવ્યાર્થિકનય પ્રથમના ચાર નયોમાં સમાઈ જાય છે. આ પ્રમાણે વિશેષાવશ્યક મહાભાષ્ય આદિ ગ્રંથોમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી આદિ મહાત્મા પુરુષોએ ઉત્તમ વિચારો કહેલા છે. || ૮-૧૨ છે.
સિદ્ધસેન દિવાકરસૂરિજી પ્રમુખ કેટલાક આચાર્યો સમ્મતિપ્રકરણ આદિ મહાગ્રંથોમાં એમ કહે છે કે દ્રવ્યાર્થિકનય પ્રથમના ત્રણ નયોમાં જ સમાઈ જાય છે. તેઓના મતે ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકને માનવાના સંભવવાળો નથી. || ૮-૧૩ |
ટબો- ૭ નયમથ્ય, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભૂલ્યાની આચાર્યમત પ્રક્રિયા દેખાઈ છÚ– અંતિમા કહેતાં છેલ્લા, જે 3 ભેદ શબ્દ સમભિરૂઢ એવંભૂત રૂપ, તે પર્યાયનય કહિઈ, પ્રથમ ૪ નય-નૈગમ સંગ્રહ વ્યવહાર રાજુસૂત્ર લક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિછે, ઈમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાન્તવાદી આચાર્ય કહઈ છઈ. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તે મધ્યે નિર્ધારઈ. | ૮-૧૨ |
હિવઈ, સિદ્ધસેનદિવાકર મલ્લવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઈમ કહઈ કઈં. જે પ્રથમ ૩ નય ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિઈ. બાજુસૂગ ૧, શ દ ૨, સમભિરૂઢ 3, એવંભૂત ૪. એ ૪ નય પર્યાયાર્થિક કહિઈ.
द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हेमवत् ॥ १ ॥ पर्यायार्थमते द्रव्यं, पर्यायेभ्योऽस्ति नो पृथक् । ત્તેિરજિયા દુષ્ટ, નિત્યં સુરોપયુજેતે | ૨ | કૃતિ છે.