________________
૩૧૬ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ इमई करतां-पर्यायार्थ, द्रव्यार्थ, नय जो तुम्हे अलग दीठा, अनइं ९ नय कहिया, तो अर्पित-अनर्पित नय अलगा करीनइं ११ नय किम न वांछया ? |૮-૧૦ |
હે દિગંબર દેવસેનાચાર્યજી ! આ રીતે ૭ ના ૯ નયો કરતાં પર્યાયાર્થિકનય અને દ્રવ્યાર્થિકનય જો તમે સાતમાં સમાયેલા હોવા છતાં તેનાથી અળગા કરીને (એટલે જુદા કરીને) જુઓ છો. અને તેથી ૯ નયો છે આમ કહો છો તો પછી તેમાં સમાયેલા અર્પિતનય અને અનર્પિતનયને અળગા કરીને ૧૧ નયો કેમ ઈચ્છતા નથી (કહેતા નથી) ? તમારો તો એવો સિદ્ધાન્ત છે કે જે વ્યાપ્યભેદોમાં સમાયેલા વ્યાપકને પણ અલગ ગણવું. અને સંખ્યા વધારવી. તો સાતમાં સમાયેલા ૨ નયને જો અળગા કરીને ૯ કરો છો તો ૯માં સમાયેલા બીજા બેને જુદા કરીને ૧૧ નો પણ કહોને? ત્યાં તમને શું દોષ દેખાય છે. ?
પ્રશ્ન- અર્પિતનય અને અનર્પિતનય એટલે શું ?
ઉત્તર- અર્પિત એટલે વિશેષ, અને અનર્પિત એટલે સામાન્ય. સર્વે પદાર્થોમાં સામાન્ય અને વિશેષ એમ બન્ને ભાવો રહેલા છે. સામાન્ય એટલે સમાનતા-સદૃશતાએકતા, કાળભેદે પ્રતિસમયે બદલાતા પર્યાયોમાં જે તેના તે દ્રવ્યની સમાનતા-એકતા છે તે ઉર્ધ્વતાસામાન્ય છે. અને ક્ષેત્રભેદે રહેલી અનેક વસ્તુઓમાં ઘટ-ઘટપણે અથવા પટ-પટ પણે જે સમાનતા છે. તે તિર્યસામાન્ય છે. સામાન્ય અને વિશેષ આ બે પ્રકારના ધર્મોમાંથી સામાન્ય વડે પ્રવૃતિ-નિવૃત્તિના વ્યવહાર થતા નથી તેથી તેની અર્પણા-(વિવક્ષા-) પ્રધાનતા કરાતી નથી. તેથી તેને અનર્પિત કહેવામાં આવે છે. અને પ્રત્યેક વસ્તુઓમાં રહેલી ભિન્નતાને (ઈતર વ્યાવર્તક ધર્મને) વિશેષ કહેવાય છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિનો હેતુ હોવાથી તેની અર્પણા-પ્રધાનતા કરાય છે. તેથી તેને અર્પિત કહેવાય છે. આ બે નયોની પણ તમારે ભિન્ન પ્રરૂપણા કરીને ૧૧ નયો કહેવા જોઈએ. / ૧૧૮ ||
हिवइ, इम कहस्यो जे “अर्पितानर्पितसिद्धेः" इत्यादि तत्त्वार्थ सूत्रादिकमांहिं, जे अर्पित-अनर्पित नय कहिया छइ,-ते अर्पित कहतां विशेष कहिइं. अनर्पित कहतां सामान्य कहिइं. अनर्पित संग्रहमांहिं मिलई, अर्पित व्यवहारादिक विशेषनयमांहिं मिलई.
હે દિગંબરાચાર્ય દેવસેનજી ! હવે કદાચ તમે આમ કહેશો કે “કર્ષિતાનસિક” ઈત્યાદિ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિગેરે મહાગ્રંથોમાં છે કે અર્પિતનય અને અનર્પિત નય કહેલા છે. અને અમારે તે કહેવા જોઈએ અને તેથી અમારે ૧૧