________________
૩૦૮
ઢાળ-૮ : ગાથા – ૬-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કેવળજ્ઞાન ક્ષાયિકભાવનું હોવાથી નિરુપાધિક છે માટે અનુપચરિત, જીવનો પોતાનો ગુણ છે અન્ય દ્રવ્યનો આશ્રય નથી માટે સદ્ભુત, અને “જીવનું” આમ ષષ્ઠી વિભક્તિથી પ્રદર્શિત છે માટે ભેદસૂચવનાર હોવાથી વ્યવહારનય છે. અહીં કર્મમય ઉપાધિ એટલે ઉપચાર અને ઉપાધિરહિતતા એટલે જ નિરૂપચારતા જાણવી. સભૂતવ્યવહારનયના ભેદ જણાવીને હવે અસદ્ભતવ્યવહારનયના ભેદ પછીની ગાથામાં જણાવે છે. || ૧૧૩ | અસભૂત વ્યવહારના જી, ઈમ જ ભેદ છઈ દોઈ ! પ્રથમઅસંશ્લેષિતયોગઈ છે, દેવદત્ત ધન જોઈ રે
પ્રાણી પરખો આગમભાવ ૮- સંશ્લેષિતયોગઈ બીજો રે જિમ આતમનો દેહ | નય ઉપનય નયચક્રમાં રે, કહિયા મૂલનય એહ ||
પ્રાણી પરખો આગમભાવ / ૮-૭ | ગાથાર્થ– અસત્કૃત વ્યવહાર નયના આ જ પ્રમાણે બે ભેદ છે. જે વસ્તુનો આત્માની સાથે સંશ્લેષિતયોગ (એકમેક સંયોગ) ન હોય તે ઉપચરિત અસ.વ્યય.નય. જેમ કે “આ દેવદત્તનું ધન છે” આ ઉદાહરણ આ નયનું છે એમ જાણો. || ૮-૬ ||
જ્યાં સંશ્લેષિતયોગ (એકમેક સંયોગ) હોય ત્યાં બીજો ભેદ અનુપચરિત અસ.વ્યય.નય. જેમ કે “આત્માનો આ દેહ છે” નયચક્ર નામના ગ્રંથમાં આ પ્રમાણે નયો અને ઉપનયો કહ્યા છે. || ૮-૭ |
ટબો- અસભૂત વ્યવહારના ઈમ જ ૨ (ભેદ) છઇં. એક ઉપચરિતાસભૂત વ્યવહાર, બીજો અનુપચરિતાસભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિત યોગઈ કલ્પિત સંબંધઈ હોઈ. જિમ “દેવદત્તનું ધન” ઈહાં ધન દેવદત્તનઈ સંબંધ સ્વસ્વામિભાવરૂપ કલ્પિત છઈ. તે માટે ઉપચાર. દેવદત્ત નઈ ધન એક દ્રવ્ય નહીં. તે માર્ટેિ અસદ્ભૂત. એમ ભાવના કરવી. II ૮-૬ ||
બીજો ભેદ- સંશ્લેષિતયોગઈ-કર્મ જ સંબંધઈ જાણવો. જિમ “આત્માનું શરીર આત્મા-દેહનો સંબંધ ધનસંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવનાઈં નિવર્તાઈ