________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૬
૨૧૯ ઉત્તર- સુનય સામા નયની વાતનો વિરોધ નથી કરતો. એનો જ અર્થ એ થયો કે સામા નયની વાત કંઈક અંશે ગૌણપણે પણ તેને માન્ય છે. તો જ અન્યનયની માન્યતા પ્રત્યે તે ઉદાસીન રહે છે. જો માન્ય ન જ હોય તો વિરોધ કરે કે વિરોધ ન કરે પરંતુ તેનું સ્વરૂપ તો દુર્નય જેવું જ થયું. પછી તો સુનય-દુર્નયામાં કંઈ પણ ભેદ રહેતો જ નથી. માટે સમજવું જોઈએ કે દુર્નય અન્યનયની માન્યતાનો વિરોધ પણ કરે છે અને તે માન્યતાનો અસ્વીકાર પણ કરે જ છે જ્યારે સુનય અન્યનયની માન્યતાનો વિરોધ પણ કરતો નથી અને તે માન્યતાનો ગૌણપણે સ્વીકાર પણ કરે છે. કોઈ પણ નય પોતાની માન્યતાને પ્રધાન પણે રજુ કરતો છતો ગૌણપણે ઈતરનયની વાતને માન્ય રાખે તો જ તે નયનું સુનયપણું જાણવું.
इम नयथी-नयविचारथी, भेद-अभेदग्राह्य व्यवहार संभवइ, तथा नयसंकेतविशेषथी ग्राहकवृत्तिविशेषरूप उपचार पणि संभवइ, ते माटई भेद-अभेद ते मुख्यपणई प्रत्येकनयविषय, मुख्यामुख्यपणइ उभयनयविषय, उपचार-ते मुख्यवृत्तिनी परि नयपरिकर, पणि विषय नहीं. ए समो मार्ग श्वेतांबर प्रमाण-शास्त्रसिद्ध जाणवो ॥५-६ ॥
આ પ્રમાણે નયોથી એટલે કે નયોની સૂમબુદ્ધિપૂર્વક વિચારણા કરવાથી ભેદ અને અભેદને જણાવનારા તમામ વ્યવહારો સંભવે છે. જેમ કે બાલ્ય-યુવા-વૃદ્ધાવસ્થાથી દેવદત્તનો ભેદ છે. તેથી બાલ્યાવસ્થામાં ધૂળ આદિની સાથે રમતગમતના જે વ્યવહાર છે. તથા જે બાલચેષ્ટા છે તે વ્યવહાર યુવાવસ્થામાં હોતા નથી, યુવાવસ્થામાં ધનોપાર્જનનો તથા કામસુખનો જે વ્યવહાર હોય છે તે વૃદ્ધાવસ્થામાં હોતો નથી. આ સર્વે વ્યવહારો ભેદપ્રધાન છે. છતાં બાલ્યવયમાં પણ તેને દેવદત્ત જ કહેવાય છે. યુવાવસ્થામાં પણ તેને દેવદત્ત જ કહેવાય છે. અને વૃદ્ધાવસ્થામાં પણ તેને દેવદત્ત જ કહેવાય છે. ત્રણે અવસ્થામાં દેવદત્તપણે અભિન્ન છે. આ સર્વ વ્યવહાર અભેદપ્રધાન છે. આ રીતે ભેદ અને અભેદની પ્રધાનતાવાલા સર્વે વ્યવહારો નયોથી સંભવે છે.
તથા નથવિશેષથી નયો દ્વારા સંકેત વિશેષથી (એટલે કે સાક્ષાત્મકેતથી અને વ્યવહિતસંકેતથી) વસ્તુના મુખ્યામુખ્ય સ્વરૂપને (પ્રાદ#) સમજાવનારી (અભિધા અને લક્ષણા) એમ બે પ્રકારની વૃત્તિવિશેષ હોવાથી, તે રૂપે ઉપચાર પણ સંભવી શકે છે. જો નય દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં એક જ વૃત્તિ (અભિધા) હોત તો તેમાં ઉપચાર ન સંભવત. પરંતુ એમ નથી. કોઈ પણ એક નય દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં બે પ્રકારના સંકેતવિશેષને અનુસાર બે પ્રકારની (મુખ્યામુખ્ય) વૃત્તિવિશેષ હોવાથી, તેમાં