________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-પ : ગાથા ૩
૨૧૧
વિવેચન– દ્રવ્યાર્થિકનય જેમ દ્રવ્ય તરફની પ્રધાન દૃષ્ટિવાળો છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનય પર્યાય તરફની પ્રધાન દૃષ્ટિવાળો છે. તેથી દ્રવ્યાર્થિકનય જેમ (અભિધાશક્તિથી) મુખ્યવૃત્તિથી અભેદ, અને ઉપચારથી (લક્ષણાવૃત્તિથી) ભેદ જણાવે છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનય (અભિધાશક્તિથી) મુખ્યવૃત્તિથી ભેદ, અને ઉપચારથી (લક્ષણાવૃત્તિથી) અનુભવને અનુસારે અભેદ પણ અવશ્ય જણાવે જ છે આ વાત ગ્રંથકારશ્રી વધારે સ્પષ્ટ કરે છે.
इम पर्यायार्थनय मुख्यवृत्ति थको सर्व द्रव्य गुण पर्याय भेदई लेखवई, जे माटइं ए नयनई मतई मृदादिपदनो द्रव्य अर्थ, रूपादिपदनो गुण ज, घटादिपदनो कम्बुग्रीवादि पर्याय ज, तथा उपचारई लक्षणाई करी अनुभवनइ बलई, ते अभेदई मानई.
=
દ્રવ્યાર્થિકનય અભેદ અને ભેદને અનુક્રમે પ્રધાનપણે અને ગૌણપણે જેમ જાણે છે. તેની જેમ પર્યાયાર્થિકનય મુખ્યવૃત્તિ (અભિધા શક્તિ) દ્વારા સર્વે પણ દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદને પ્રધાનપણે જણાવે છે. કારણ કે આ નયના મતે મૃત્તિ = શબ્દનો માટી નામનો પદાર્થ એવો અર્થ, રૂપ-રક્ષાદ્રિ શબ્દનો ગુણ એવો અર્થ, અને ઘટ પદ આદિ પદોનો કંબુગ્રીવાદિ આકાર સ્વરૂપ પર્યાય વિશેષ એવો અર્થ થાય છે. સારાંશ કે જેનાં વાચક નામો જુદાં જુદાં છે. તેનો વાચ્ય અર્થ પણ જુદો જુદો જ હોય છે. તેમ આ નયનું કહેવું છે. જેમ કે સુવર્ણ-પીતતા-કંકણ, અથવા માળા-ઉજ્વળતા-મોતી. ઈત્યાદિ વાચક શબ્દો ભિન્ન ભિન્ન છે. તેથી ત્રણેના વાચ્ય અર્થો પણ ભિન્નભિન્ન છે. સુવર્ણ એટલે સોનું દ્રવ્ય, પીતતા એટલે સોનાની પીળાશ, અને કંકણ એટલે સોનાની બંગડી, તથા માળા એટલે ૧૦૮ મોતીના મણકાની આખી માળા, ઉજ્વળતા એટલે માળાની ચમક, અને મોતી એટલે મોતીના દાણા. આવી રીતે માટીના બનેલા ઘટમાં જે માટી છે તે મૃ શબ્દથી વાચ્ય છે. જે કાળુ-પીળુ-લાલ રૂપ આદિ છે તે ગુણ શબ્દથી વાચ્ય છે. અને નીચેથી પેટ સુધી પહોળો-પહોળો અને પેટથી ઉપર સાંકડો સાંકડો તથા ગળે કાંઠલાવાળો જે કંબુ ગ્રીવાદિ આકાર સ્વરૂપ પર્યાય છે. તે ઘટ શબ્દથી વાચ્ય છે. આ રીતે શબ્દભેદે અર્થભેદ છે. આમ આ નય મુખ્યવૃત્તિથી ભેદને માને છે. તેથી દ્રવ્યગુણ અને પર્યાયનો મુખ્યતાએ ભેદ દેખે છે.
તથા કપારડું = તો પણ ઉપચારથી (ગૌણપણે) લક્ષણા નામની વૃત્તિએ કરીને અનુભવને અનુસારે તે પર્યાયાર્થિકનય દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ પણ અવશ્ય માન્ય રાખે છે. તે આ પ્રમાણે