________________
૨૦૮
ઢાળ-૫ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્ન- સર્વે શબ્દો પોત પોતાના નિયત એવા વાચ્ય અર્થને જ સમજાવે છે. આમ માનીએ તો શું દોષ ? લક્ષણા શા માટે માનવી ? કેવળ એકલી મુખ્યવૃત્તિ જ (અભિધાશક્તિ જ) માનીએ તો શું ન ચાલે ? લક્ષણા માનવાનું કારણ શું ?
ઉત્તર– મુશાઈવાધ = જ્યાં જ્યાં મુખ્ય અર્થનો બાધ આવતો હોય ત્યાં ત્યાં લક્ષણા નામની વૃત્તિની પ્રવૃત્તિ માનવી એ દુર્ઘટ નથી અર્થાત્ અસંભવિત નથી. મુખ્ય અર્થની બાધાના કારણે લક્ષણા શક્તિ અવશ્ય સ્વીકારવી જ જોઈએ જેમ જલપ્રવાહમાં ઘોષનું હોવું એ સંભવતું નથી. તેથી લક્ષણા સ્વીકારવી જ જોઈએ. તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયોનો કેવળ એકલો અભેદ સંભવતો નથી. ત્યાં ભેદને ગૌણતાએ પણ સમજાવનારી લક્ષણા શક્તિ માનવી જોઈએ.
પ્રશ્નજો મુખ્ય અર્થનો બાધ આવતો હોય તો લક્ષણો સ્વીકારવી પડે. એમ તમે કહો છો, અને લક્ષણા મુખ્ય અર્થને બદલે બીજા અર્થને સમજાવે છે. એમ કહો છો, તો લક્ષણાથી બીજો અર્થ કયો લેવો ? તેમાં કંઈ નિયમ છે ?
ઉત્તર- હા. ગમે તે બીજો અર્થ લક્ષણાવૃત્તિ સમજાવતી નથી. પરંતુ મુડ્યાર્થસંબંધ = મુખ્ય અર્થની સાથે જે સંબંધવાળો અર્થ છે. તે જ અર્થ લક્ષણાવૃત્તિ જણાવે છે. ઘોષના અસ્તિત્વમાં ગંગા પદમાં જલપ્રવાહરૂપ મુખ્ય અર્થની બાધા આવે છે. તેથી તેની સાથે સંબંધવાળો તીર અર્થ જ જણાવે છે. તેવી જ રીતે અહીં પણ અભેદની સાથે સંબંધવાળો ભેદ અર્થ જ લક્ષણાશક્તિ જણાવે છે. લક્ષણાશક્તિથી મુખ્ય અર્થની સાથે સંબંધવાળો જ અર્થ જણાવાય છે. ગમે તે અર્થ જણાવાતો નથી.
પ્રશ્ન- આવો નિયમ કેમ છે ? કે અભિધાશક્તિ મુખ્ય અર્થ જ સમજાવે. અને લક્ષણાશક્તિ ઉપચરિત (ગૌણ) અર્થને જ સમજાવે ? શું આવું ન બને કે અભિધાશક્તિ ગૌણ અર્થ બતાવે અને લક્ષણાશક્તિ મુખ્ય અર્થને જણાવે ? ગંગાપદનો અર્થ અભિધાથી તીર, અને લક્ષણાથી જલપ્રવાહ અર્થ કરવો હોય તો શું ન થાય ? તેવો અર્થ ન કરવામાં નિયામક કોણ ?
ઉત્તર– તથવિધ વ્યવહાર પ્રથોનન– = અનાદિકાળનો તેવા પ્રકારનો જગત્મસિદ્ધ વ્યવહાર જ અહીં નિયામક છે. દરેક શબ્દો પોત પોતાના નિયત અર્થમાં જગતના વ્યવહારથી જ પ્રસિદ્ધ છે. તેથી જ તેનો તે અર્થ વાચ્યઅર્થ કહેવાય છે. મુખ્ય અર્થ કહેવાય છે. જગત્મસિદ્ધ એટલે કે અનાદિથી સ્વયંસિદ્ધ આ તથા વિધવ્યવહાર અનુલ્લંઘનીય જ હોય છે. વ્યવહારને અનુસરવું એ જ “ઊહ” નામનું પ્રમાણ છે. માટે ગંગાપદનો