________________
૨૦૨
ઢાળ-૫ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નયની દૃષ્ટિવાળો પુરુષ તે તે નયને માન્ય એવા અર્થને પ્રધાનપણે (અભિધા શક્તિથી થતા વાચ્ય અર્થને) ગ્રહણ કરે છે. અને બીજા અર્થને ગૌણ પણે (લક્ષણા શક્તિથી થતા લક્ષ્ય અર્થને) ગ્રહણ કરે છે. જેમ કે “મર્થ પટઃ વ્યાતિ” સપ્તભંગીનો આ પ્રથમ ભાંગો છે. અહીં “સ્તિ” શબ્દનું વિધાન હોવાથી સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવને આશ્રયી ઘડાનું જે સત્ સ્વરૂપ છે. તેનું “અભિધા” શક્તિથી પ્રતિપાદન કરવામાં આવે છે. તેથી તે મુખ્યપણે = પ્રધાનપણે લેવામાં આવે છે. પરંતુ પારદ્રવ્યપરક્ષેત્રાદિને આશ્રયી તે જ ઘડામાં જે નાસ્તિ સ્વરૂપ છે. તેનું “અસ્તિ” શબ્દની જેમ “નાસ્તિ” શબ્દ મુકીને પ્રધાનપણે વિધાન કરવામાં આવતું નથી. તેથી પ્રધાનપણે નાસ્તિ સ્વરૂપનું વિધાન થતું નથી. છતાં કેવળ એકલું “અસ્તિત્વ” ન થઈ જાય. તે માટે તે શબ્દની આગળ “0” શબ્દ મુકીને કથંચિત્ અસ્તિ છે આમ કહેવા દ્વારા “નાસ્તિ” સ્વરૂપ પણ અંદર કંઈક છે જ. આમ ગૌણતાએ નાસ્તિ સ્વરૂપ પણ પહેલા ભાગમાં જણાવાયું છે. એટલે સપ્તભંગીનો કોઈ પણ એકભાગો એક અર્થને મુખ્યપણે અને બીજા અર્થને ગૌણપણે સ્વીકારનારો બને છે. તેથી તે વસ્તુના પૂર્ણ રૂપને જોનારો બન્યો. આ કારણે જ આ “સુનય” કહેવાય છે. જો બીજા નયની વાતનો સર્વથા નિષેધ કરે તો તે નય, સુનયને બદલે “દુર્નય” થાય છે. કારણ કે બીજા નયને માન્ય સ્વરૂપ પણ તે પદાર્થમાં રહેલું છે. અને આ નયે તે સ્વરૂપ ન માન્યું, માટે દુર્નય બને છે. આ પ્રમાણે નયવાદીના એક અંશગ્રાહી વચન દ્વારા “દ્રવ્ય-ગુણ અને પર્યાય” આ ત્રણમાંથી એક અર્થને પ્રધાનતાએ (અભિધા શક્તિ દ્વારા) કહેવાય છે. અને બાકીના બે અર્થો લક્ષણારૂપ શક્તિ દ્વારા ઉપચારે પણ અવશ્ય કહેવાય જ છે. આમ જાણવું. જો ઉપચારે લક્ષણા દ્વારા બીજા અર્થો તે નયમાં ન કહેવાતા હોય તો તે નય એકાન્તવાદી થવાથી દુર્નય કહેવાય છે.
તો વૃત્તિ રૂ” પણ તંત નથી. “વફાયાં પોષ” રૂત્યાદ્રિ स्थानि जे मार्टि २ वृत्ति पणि मानी छइ. इहां पणि मुख्य अमुख्यपणइं, अनंतधर्मात्मक वस्तु जणाववानइं प्रयोजनइं एकनय शब्दनी २ वृत्ति मानतां विरोध नथी. अथवा नयात्मकशास्त्रज्ञ क्रमिकवाक्यद्वयइं पणि ए अर्थ जणाविइं. अथवा "एक" बोधशाब्दे एकबोध आर्थः" इम अनेक भंग जाणवा. इम ज्ञानदृष्टिं जगना भाव देखिइं | -૬ |
કોઈ પણ એક નય, એક કાળે, એક જ અર્થનો બોધ કરાવે અને બીજા અર્થનો . બોધ ન જ જણાવે. એવો નિયમ નથી, પરંતુ કોઈ પણ એક નય, એક કાળે એક અર્થ મુખ્ય પણે અને બાકીના અર્થ ગૌણ પણે જણાવે છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે