________________
૧૮૬ ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નય વિચારીએ ત્યારે તો સપ્તભંગીનો નિયમ જળવાશે. પરંતુ સાત નયની વિચારણાના કાળે અનેક અધિક ભંગ થશે. તો સપ્તભંગીનો નિયમ કેમ કહો છો ? આવી જ રીતે છ નય અને પાંચ નય સ્વીકારો ત્યારે પણ અનેક ભાંગા થશે. તો ત્યાં પણ સપ્તભંગીનો નિયમ કેમ રહેશે.
(અહીં નૈગમનય સમજાવવા માટે શાસ્ત્રમાં વસતિ, પ્રદેશ અને પ્રસ્થકનાં દષ્ટાન્તો પ્રસિદ્ધ છે. નૈગમનય એટલે “આરોપ” = “ઉપચાર” કરવો અથવા નૈવે નમઃ તિ gષો વિત્વ સૈમ = અનેક છે બોધના માર્ગો જેમાં તે નૈગમ. અહીં વાર નો લોપ થયેલ છે. તે નૈગમનય. જેમ કે “આત્મા” નામનું દ્રવ્ય પોતાના અસંખ્યપ્રદેશોમાં જ રહેતુ હોવા છતાં (૧) વિદેશમાં જઈએ ત્યારે “હું હિન્દુસ્તાનમાં રહું છું” એમ કહેવાય, (૨) મદ્રાસ બાજુ ગયા હોઈએ તો “હું ગુજરાતમાં રહું છું.” એમ કહેવાય, (૩) અમદાવાદ બાજુ ગયા હોઈએ તો “હું સુરત રહું છું” આમ કહેવાય. (૪) સુરતના સ્ટેશને ગયા હોઈએ તો “હું અડાજણ પાટીયામાં” રહું છું આમ કહેવાય. (૫) અડાજણ પાટીયાના દેરાસરમાં ગયા હોઈએ તો “હું રામસા ટાવરમાં રહું છું આમ કહેવાય.” (૬) રામસા ટાવરમાં ગ્રાઉન્ડ ફલોરાદિમાં કોઈ મળે તો “હું સાતમા માળે” રહું છું આમ કહેવાય. (૭) રામસા ટાવરમાં સાતમાં જ માળમાં કોઈ મળે તો “હું ૭૦૨માં રહું છું” આમ કહેવાય.
સંક્ષેપમાં આ બધાં વાક્યો રહેવાની “વસતિનો” ભિન્ન ભિન્ન ઉપચાર છે. આત્મા પોતે પોતાના આત્મપ્રદેશોમાં જ રહેતો હોવા છતાં વિશાળ અને હીન-હીનતર પ્રદેશમાં પોતાનો ઉપચાર કરે છે. આ રીતે વસવાટના ઉપચારને સમજાવનારૂં નૈગમનયનું આ વસતિ સંબંધી ઉદાહરણ થયું. એવી જ રીતે કોઈ લાકડાનું બાટ (વજનીયું) બનાવવા જંગલમાં જતો હોય ત્યારે કોઈ પુછે કે તમે ક્યાં જાઓ છો ? ત્યારે “હું પ્રસ્થક (બાટવજનીયું) લેવા જાઉં છું.” આમ બોલે છે. પરંતુ લાકડુ લેવા જાય છે. લાકડું લાવીને ઘાટ ઘડાવશે, હિનાધિક વજન થશે તો કાપ કુપ કરશે. ઈત્યાદિ અનેક પ્રક્રિયા બાકી હોવા છતાં પણ પ્રસ્થકનો જે ઉપચાર કર્યો તે નૈગમનાય છે. આ પ્રસ્થકનું ઉદાહરણ સમજવું. આ જ રીતે ધર્મ-અધર્મ-આકાશ-જીવ-સ્કંધ-અને દેશના પ્રદેશો છે. ઈત્યાદિ પ્રદેશનું ઉદાહરણ પણ શાસ્ત્રાન્તરથી જાણી લેવું.
गुरु कहइ छइ- "तिहां पणि एक नयार्थनो मुख्यर्पणई विधि, बीजा सर्वनो निषेध, इम लेइ प्रत्येकि अनेक सप्तभंगी कीजइ."