________________
૧૬૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૬ એકાન્તભેદવાદી એવા તૈયાયિક ઉભયવાદી એવા જૈનને ઠપકો આપતાં કહે છે કે હે જૈન ? “જે શ્યામ ઘટ છે તે રક્ત ઘટ નથી” આ તમે આપેલા ઉદાહરણમાં માત્ર શ્યામવ અને રક્તત્વ નામના બને ધર્મોનો જ કેવલ ભેદ દેખાય છે. પરંતુ તે બન્નેમાં એક સ્વરૂપે રહેલા “ઘટ” નામના ધર્મીનો ભેદ જણાતો નથી આવું જો તમે (જૈનો) કહો છો તો અર્થાત્ ઘટ ધર્મીનો અભેદ છે. એમ જો તમે કહો છો તો, તથા તેવી જ રીતે બાલ-તરુણ એવા ધર્મનો જ ભેદ છે. પરંતુ ધર્મ એવો દેવદત્ત એક જ છે. અભેદ જ છે. એમ જો તમે (જૈનો) કહો છો
તો તમારા (જૈનોના) આ કથનથી તમે (જૈનો) એમ કહેવા માગો છો કે “ધર્મનો ભેદ થાય છે. પરંતુ ધર્મીનો ભેદ ન થાય, ધર્મી તો એકનો એક જ રહે છે. ધર્મીનો અભેદ જ હોય છે” જો તમારી જૈનોની આ વાત સાચી છે. આમ માની લઈએ તો “પદ દ” “નવો ન વેતનઃ” ઘટ એ પટ નથી અને જડ એ ચેતન નથી. ઈત્યાદિ પ્રસંગોમાં પણ જ્યાં ઘટ-પટનો અને જડ-ચેતનનો ભેદ ભાસે છે. ત્યાં પણ ઘટ-પટત્વ નામના ધર્મોનો જ, અને જડત્વ-ચેતનત્વ નામના ધર્મોનો જ ભેદ માનવાનો રહેશે, પરંતુ ઘટ-પટ દ્રવ્યનો અને જડ-ચેતન દ્રવ્યોનો તો ભેદ મનાશે નહીં. ઘટ અને પટ આ બન્નેમાં પણ એક જ દ્રવ્ય છે. અને જડ-ચેતનમાં પણ એક જ દ્રવ્ય છે. આમ માનવું પડશે. આમ માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવશે. અને અવ્યવસ્થા થઈ જશે. કારણ કે ઘટ થી પટ અને પટથી ઘટ, તથા તેવી જ રીતે જડથી ચેતન અને ચેતનથી જડ સર્વથા ભિન્ન દ્રવ્ય તરીકે જગત પ્રસિદ્ધ છે. આ વાત વ્યવહારમાં પણ જાણીતી છે અને લોકપ્રસિદ્ધ છે. અને તેવું સર્વ લોકોને દેખાય જ છે. તેનો તમારી વાતમાં વિરોધ આવશે. અને આવા પ્રકારના અત્યન્ત ભિન્ન દ્રવ્યોને “અભેદરૂપ=એક રૂપ” માનતાં ઘટનું જલાધારનું કામ પટથી, અને પટનું શરીરાચ્છાદનનું કામ ઘટથી, જડનું કામ ચેતનથી અને ચેતનનું કામ જડથી થવાની આપત્તિ આવશે. એટલે સંસારમાં અવ્યવસ્થા થશે. જેમ શ્યામત્વ અને રક્તત્વ ધર્મનો જ ભેદ છે. પરંતુ ધર્મીનો ભેદ નથી. તેવી જ રીતે ઘટવ-પટત્વ ધર્મનો જ ભેદ મનાશે પણ બન્નેના ધર્મીનો ભેદ ન માનતાં બન્નેનો ધર્મ એક થઈ જશે, તેવી જ રીતે જડત્વ-ચેતનત્વ ધર્મનો જ ભેદ મનાશે, પણ તે બને ધર્મોનો ધર્મી એક થઈ જશે. જે વાત જગતથી વિરુદ્ધ છે. પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. અને આમ ભિન્ન ભિન્ન દ્રવ્યોનું એક દ્રવ્ય માનતાં સંસારમાં ઘણી ઘણી અવ્યવસ્થા થાય.
તેથી હે જૈન ! જ્યાં જ્યાં ધર્મનો ભેદ હોય છે. ત્યાં ત્યાં ધર્મીનો પણ અવશ્ય ભેદ જ હોય છે, અભેદ સંભવતો જ નથી. માટે ભેદભેદ સાથે રહેતા જ નથી. વસ્તુનું