________________
૧૫૮
ઢાળ-૪ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કેવળ એકલો ભેદ જ માનવામાં ઘટના ગુણપર્યાયો ઘટથી ભિન્ન કલ્પવાથી પટના પણ કહેવરાવા જોઈએ. ઈત્યાદિ ગુણ-ગુણીભાવના ઉચ્છેદ આદિ દોષો આવે છે. અને કેવળ એકલો અભેદ જ માનવામાં ગુણ-પર્યાયો આધેય છે અને દ્રવ્ય આધાર છે એવા આધારાધેય ભાવના ઉચ્છેદનો પ્રસંગ આવે છે. તો પછી વાત રહી હવે બન્નેને સાથે માનવાની. કેવળ એકલા ભેદમાં અને કેવળ એકલા અભેદમાં જો સરખે સરખા દોષો જ આવે છે, તો તે દોષોને ટાળવાનો ઉપાય જ આ છે કે આ બન્નેને અપેક્ષા વિશેષ સાથે માનવા જોઈએ. અને સમાનપણે (તુલ્યબળવાન તરીકે) સ્વીકારી લેવા જોઈએ અને એકાન્તવાદના આગ્રહનો ત્યાગ કરવો જોઈએ.
કેટલાક દર્શનકારો આ અપેક્ષાવાદનો (સ્યાવાદનો) ઉચ્છેદ કરવા ઉપરછલ્લો કેવળ એકલી બુદ્ધિના જ જોરે (અનુભવને પ્રધાન નહી કરીને) આવો કુતર્ક પણ કરે છે કે જે બાપ હોય તે બેટો કેમ કહેવાય? અને જે બેટો હોય તેને બાપ કેમ કહેવાય? તથા વળી આવો પણ કુતર્ક કરે છે કે કેવળ એકલા ભેદને માનવામાં પણ દોષો જ છે. અને કેવળ એકલા અભેદને માનવામાં પણ દોષો જ છે. તો પછી “ભેદભેદને” માનવામાં તો ડબલ દોષો જ આવે. તેથી તે તો (અપેક્ષાવાદ તો) દુર્ગબ્ધ જ છે, તેને તો સ્પર્શવા જેવું જ નથી. જૈનોનો સ્યાદ્વાદ તો ઘણા દોષોથી (ડબલદોષોથી) ભરેલો છે. આમ કહીને “ભેદભેદવાદને” સૂક્ષમતાથી દર્શનશાસ્ત્રીઓ ભણતા જ નથી. જોતા જ નથી, ઊંડા ઉતરતા જ નથી. ઉપરા-ઉપરથી જ ઉડાવી દેવામાં આવે છે. પરંતુ સૂંઠની બનાવેલી ગોળીની જેમ ભેદભેદ જ નિર્દોષ છે સુંઠ અને ગોળ અનુક્રમે પિત્ત તથા કફ કરનાર છે. પરંતુ બન્નેનો યોગ બને દોષોને હણનાર છે. તેમ અહીં એકાન્ત ભેદ કે એકાન્ત અભેદ જ દોષકારક છે બન્નેનો યોગ તો દોષનો વિનાશક છે.
તથા જે પુરુષ (પોતાના પુત્રની અપેક્ષાએ) બાપ હોય છે. તે જ પુરુષ (પોતાના પિતાની અપેક્ષાએ) બેટો પણ છે જ, એવી જ રીતે જે પુરુષ (પોતાના પિતાની અપેક્ષાએ) બેટો છે, તે જ પુરુષ (પોતાના પુત્રની અપેક્ષાએ) બાપ પણ છે જ. આ વાત અનુભવ પ્રમાણથી અને સર્વ લોકોની સાક્ષીએ સિદ્ધ જ છે. આમાં વિરોધ કરવો તે નરી મૂર્ખતા જ છે. જ્યાં અનુભવ પ્રમાણ અને લોકવ્યવહારની સાક્ષી હોય ત્યાં દૃષ્ટાન્ન આપવાનું પણ રહેતું જ નથી. “અગ્નિ દાહક છે” આ સમજવા માટે કોની જેમ ? એવો પ્રશ્ન કદાપિ ઉઠતો જ નથી. કે જેથી દૃષ્ટાન્ત આપવાનું હોય, એવી જ રીતે “સાકર મીઠી છે” “સાપ ઝેરી પ્રાણી છે” “વાઘ હિંસક છે” “ગુલાબ સુગંધી છે” ઈત્યાદિ ભાવો અનુભવ પ્રમાણ અને પ્રસિદ્ધ લોકવ્યવહારથી જ ગમ્ય છે. માટે તે સમજાવવા દૃષ્ટાન્તની