________________
૧૫ર ઢાળ-૪ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તેથી આત્માર્થી અને કલ્યાણવાંછુક એવા સાધક આત્માઓએ શાસ્ત્રોનું વિશાળ અધ્યયન કરવું જરૂરી છે. અને શાસ્ત્રાધ્યયનને અનુસારે જીવનને સદાચારી અને સંયમી બનાવવું જરૂરી છે. શાસ્ત્રાધ્યયન એ જ જીવનનો મુખ્ય આધાર છે. આમ સમજીને તે માટે સત્સંગ અને સ્વાધ્યાય કરવો અતિશય આવશ્યક છે. / ૪૧ / ઈસી શિષ્યની શંકા જાણી, પરમારથ ગુરુ બોલઈ રે અવિરોધઈ સવિ ઠામઈ દીસઈ, દોઈ ધર્મ એક તોલાઈ રે ! ૪-૨ .
ગાથાર્થ– શિષ્યની આવા પ્રકારની શંકા જાણીને પરમાર્થ (ઉત્તર) ગુરુજી કહે છે કે સર્વસ્થાનોમાં કોઈપણ જાતના વિરોધ વિના બને ધર્મો (ભેદ-અભેદ) એક સરખા સમાનપણે દેખાય છે. -રા.
ટબો- એહવી શિષ્યની શંકા જાણી કરી, ગુરુ-સ્વાદ્વાદી, પરમાર્થ બોલઈ છઈ, જે “ઘટ-ઘટાભાવાદિક નઈ સધપિ વિરોધ છd, તો પણિ ભેદભેદનઈ વિરોધ નથી, જે માટૐ સર્વ ઠામઈ, દોઈ ધર્મ, ભેદ-અભેદ અવિરોધઈ-એકાશ્રયવૃત્તિપણઈ જ, દીસઈ જઈ, ઈક તોલઈ પશિ.”
અભેદ સ્વાભાવિક સાચો, ભેદ ઔપાધિક જૂઠો” ઈમ કોઈ કહઈ છઈ, તે અનુભવતા નથી. વ્યવહારઈ-પરાપેક્ષા બેહનઈ “ગુણાદિકનો ભેદ, ગુણાદિકનો અભેદ” એ વચનથી. || -૨ .
વિવેચન- “અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય અને પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય.” એક સ્થાને એકી સાથે પરસ્પર વિરોધી એવા પ્રકાશ અને અંધકાર જેમ ન રહે. તથા શીત-ઉષ્ણ, શ્વેત-પત, ઈત્યાદિ પણ જેમ એકસ્થાને ન રહે. તેવી જ રીતે ભેદ અને અભેદ પણ પરસ્પર વિરોધી હોવાથી એક સ્થાને સાથે ન રહે. આવી શિષ્યની શંકા છે. જે પહેલી ગાથામાં સમજાવી છે.
एहवी शिष्यनी शंका जाणी करी, गुरु-स्याद्वादी, परमार्थ बोलइ छइ, जे "घटघटाभावनइं यद्यपि विरोध छइ, तो पणि भेदाभेदनई विरोध नथी, जे माटइं सर्वठामई, दोइ धर्म, भेद अभेद अविरोधइं-एकाश्रयवृत्तिपणइं ज, दीसइ छइ, इक तोलइं पणि."
ઉપર કહેલી શિષ્યની આવા પ્રકારની શંકા જાણી કરીને હવે ગુરુજી કે જે સ્યાદ્વાદના (સારા અને સાચા) જાણકાર છે. તે પરમાર્થ (સાચો ઉત્તર) જણાવે છે.