________________
ઢાળ-૩ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૧૪૩ આમ થતું નથી” શશશ્ચંગ કે આકાશપુષ્પાદિ જેવી અસત્ વસ્તુઓ કપાલાદિમાં જણાતી નથી. અને મૃત્યિંડાદિમાંથી ઉત્પન્ન થતી નથી. પરંતુ તે જ કપાલાદિમાં ઘટ જણાય છે. અને તે જ મૃત્યિંડાદિમાંથી ઘટ ઉત્પન્ન થાય છે. હવે જો ઘટ પણ શશશૃંગાદિના જેવો સર્વથા અસત્ હોત તો તે ઘટની પણ શશશૃંગાદિની જેમ જ જ્ઞપ્તિ અને ઉત્પત્તિ ન થવી જોઈએ. પરંતુ થાય છે જ. માટે કપાલાદિમાં અને મૃત્યિંડાદિમાં ઘટ સર્વથા અસત્ નથી. પરંતુ કથંચિત્ અસત્ છે. અને કથંચિત્ સત્ પણ છે. તેથી કપાલાદિમાં અને મૃતિંડાદિમાં ઘટકાર્ય દ્રવ્યથી રહેલું છે. ફક્ત પર્યાયથી જ તે અસત્ છે. આ રીતે કાર્ય કારણનો અભેદ સંબંધ છે.
જે સર્વથા અસત્ હોય છે. તેનો બોધ પણ ન થાય અને તેની ઉત્પત્તિ પણ ન થાય. કપાલાદિમાં અને મૃપિંડાદિમાં ઘટનો બોધ પણ થાય છે અને ઘટની ઉત્પત્તિ પણ થાય છે. તેથી ઘટ એ શશશ્ચંગની જેવો સર્વથા અસત્ નથી આ પ્રમાણે નિશ્ચય થાય છે કે કારણભૂત એવા મૃર્લિંડમાં કાર્યભૂત એવો ઘટ તિરોભાવે રહેલો છે. તેથી અભેદ છે. તથા કપાલમાં પણ ઘટ તિરોભાવે રહેલો છે. તેથી કાર્ય-કારણનો પરસ્પર અભેદ છે. તે દૃષ્ટાન્તને અનુસાર દ્રવ્યમાં ગુણો અને પર્યાયો પણ અભેદભાવે વર્તે છે. આવી પાકી શ્રદ્ધા કરવી.
ए भेदना ढाल उपरि अभेदनो ढाल कहियो. जे माटइं भेदनयपक्षनो अभिमान अभेदनय टालइं. हवइ ए बिहु नयना स्वामी देखाडीनई स्थितपक्ष कहइ छइ
દ્રવ્ય-ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ છે. તેને સમજાવનારી બીજી ઢાળ પૂર્વે કહી. તે ભેદને સમજાવનારી બીજી ઢાળની ઉપર દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદને સમજાવનારી આ ત્રીજી ઢાળ કહી. કારણ કે ભેદનયના પક્ષનું જે અભિમાન હોય છે, કે હું જ સાચો છું. દ્રવ્ય-ગુણ અને પર્યાયનો ભેદ જ છે અને તે જ સાચો છે. આવું જે ભેદનયવાળાને બીજી ઢાળની દલીલો સાંભળવાથી અભિમાન થાય છે, તે અભિમાન અભેદનય જ ટાળે. એટલે કે ભેદ નયના અભિમાનને અભેદનય જ તોડી શકે. તે માટે તે અભિમાનને ટાળવા આ અભેદનયને સમજાવનારી આ ત્રીજી ઢાળ કહી. / ૩૯ //
હવે - એકાન્તભેદનય કોણ માને છે ? અને એકાત્ત અભેદનય કોણ માને છે? એમ બને એકાન્તવાદના સ્વામી દેખાડે છે. અને તે દેખાડીને તે બન્નેની વચ્ચે સાચો સ્થિર થાય તેવી સ્થિત પક્ષ કયો છે ? અને તે કોણ માને છે ? તે સમજાવે છે– ભેદ ભણઈ નઈયાયિકોજી, સાંખ્ય અભેદ પ્રકાશ. / જઈને ઉભય વિસ્તારતો જી, પામઈ સુજશ વિલાસ રે
તે ભવિકા ને ૩-૧૫ ને.