SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૩ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ द्रव्य-गुण पर्याय ए ३ नाम छइ, "पणि स्वजातिं ३ नई एकत्वपरिणाम छइ. ते माटि ते ३ प्रकार एक कहइ" जिम आत्मद्रव्य, ज्ञानादिकगुण, तत्तत्पर्याय ए सर्व एक ज कहि. जिम रत्न १, कान्ति २, ज्वरापहारशक्ति ३ पर्यायनई, ए ३ नई एकज परिणाम જીરૂ, તિમ દ્રવ્ય-મુળ-પર્યાયનરૂં રૂમ નાળવું રૂ-૬ ॥ ૧૨૨ જો કે આધારભૂત પદાર્થ દ્રવ્ય છે. આધેયભૂત સહભાવી ધર્મ તે ગુણ છે અને આધેયભૂત ક્રમભાવી ધર્મ તે પર્યાય છે. એમ દ્રવ્ય-ગુણ-પર્યાય એવાં જુદાં જુદાં ૩ નામો પ્રવર્તે છે. એટલે પોતપોતાના લક્ષણોથી કથંચિત્ ત્રણે ભિન્ન છે. એવો પ્રતિભાસ પણ થાય છે. અને કથંચિત્ ભિન્ન છે પણ ખરાં, તો પણ સ્વજાતીય એવા આ ૩ નો એકત્વપરિણામ પણ છે. જીવદ્રવ્ય તથા તેના જ્ઞાનાદિક ગુણો, અને જ્ઞાનની હાનિ-વૃદ્ધિરૂપ ક્ષાયોપશમિકભાવના પર્યાયો તથા નર-નારકાદિકરૂપ ઔદયિકભાવના પર્યાયો જેવા (જીવની સાથે) એકમેક છે. તેવા અજીવદ્રવ્યની સાથે એકમેક નથી તેવી જ રીતે રૂપાદિગુણો અને અજીવ દ્રવ્યના પર્યાયો જેવા અજીવદ્રવ્યની સાથે એકમેક છે તેવા તે ગુણો અને પર્યાયો જીવદ્રવ્યની સાથે એકમેક નથી. તે માટે સ્વજાતીય દ્રવ્ય-ગુણ અને પર્યાય એ ત્રણની એકતા કહેવી જોઈએ. અને માનવી જોઈએ જેમ આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિગુણો, અને તેના પર્યાયો આ સર્વે એક રૂપ જ છે. એકમેક છે. અભેદસ્વભાવવાળા છે. એમ માનવું જોઈએ. કોની જેમ આ અભેદ છે ? એવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે તો કહે છે કે— ૧ રત્ન (દ્રવ્ય), ૨ તે રત્નની કાન્તિ (ગુણ), અને જવરાપહાર શક્તિ (તાવને દૂર કરવાની શક્તિ) નામનો પર્યાય, આમ આ ત્રણે તત્ત્વોનો જેમ એકત્ત્વપરિણામ છે. તેવો જ એકત્વપરિણામ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પણ છે એમ જાણવું જોઈએ. અને એકાન્ત ભેદનો હઠાગ્રહ ત્યજી દેવો જોઈએ. ।।૩૧। જો અભેદ નહીં એહોનો જી, તો કારય કિમ હોઈ ? । અછતી વસ્તુ ન નીપજઈજી, શવિષાણ પર જોઈ રે || ભવિકા ॥ ૩-૭ || ગાથાર્થ— જો આ દ્રવ્ય ગુણ પર્યાયનો અભેદ ન હોય તો કાર્ય કેમ થાય ? કારણકે સસલાના શિંગડાની જેમ અસત્ વસ્તુ કદાપિ ઉત્પન્ન થતી નથી. II૩-છા ટબો- વળી અભેદ ન માનŪ, તેહનઈં દોષ દેખાડઈ છઈ- જો એહનઈંદ્રવ્ય-ગુણ પર્યાયનઈં અભેદ નથી. તો કારણ કારયન પણિ અભેદ ન હોઈ” તિ વારŪ મૃત્તિકાદિક કારણથી ઘટાદિકાર્ય કિમ નીપજŪ ? કારણમાંહિ કાર્યની શક્તિ
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy