________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૫
૧૧૯ ટબો- દ્રવ્યાદિકનાઈ અભેદ ન માનાઈ છઈ, તેહનઇ ઉપાલંભ દિધું છઈભિન્ન દ્રવ્ય-જે પાષાણ, કાષ્ટ, પૃથિવી, જલાદિક. તેહનો પર્યાય જે ભવનાદિકઘપ્રમુખ, તેહનઇ તું “એક” કહઈ છઈ. “એક ઘર એ” ઈત્યાદિ લોકવ્યવહાર માટઇં. તો એક દ્રવ્યમાં-દ્રવ્ય, ગુણ, પર્યાયનઇ અભેદ હોઈ. એહવો વિવેક કાં નથી કહિતો ? જે માટઈં-આભદ્રવ્ય, તેહ જ આત્મગુણ, તેહ જ આત્મપર્યાય, એવો વ્યવહાર અનાદિસિદ્ધ થઈ. ll3-પા
વિવેચન- વ્યાનિરું અમે ન માનવું છે, તેદન ૩પાત્રમ્પ વિરું જીરું = જે નૈયાયિકાદિ દર્શનકારો દ્રવ્યાદિનો અભેદ સંબંધ માનતા નથી. અને એકાન્તભેદ માને છે તેઓને ઉપાલંભ (ઠપકો) આપે છે. દ્રવ્ય ગુણ અને પર્યાયનો અભેદ સમજાવવા આશ્ચર્યકારી એવી સુંદર એક નવી યુક્તિ ગ્રંથકારશ્રી સમજાવે છે
भिन्न द्रव्य जे पाषाण, काष्ट, पृथिवी, जलादिक, तेहनो पर्याय जे भवनादिकघरप्रमुख, तेहनइं तुं "एक" कहइ छइ. "एक घर ए'' इत्यादि लोकव्यवहार माटइं. तो एकद्रव्यमां द्रव्य-गुण-पर्यायनइं अभेद होइ. एहवो विवेक कां नथी कहितो ? जे माटइं आत्मद्रव्य, तेह ज आत्मगुण, तेह ज आत्मपर्याय, एहवो व्यवहार अनादिसिद्ध छ। ૩-પી.
જે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. જેમ કે ૧. પત્થર ૨. લાકડું, ૩. માટી ૪. પાણી. આદિ શબ્દથી સિમેન્ટ લોખંડ, ચુનો વિગેરે. આવા પ્રકારના અનેક ભિન્ન ભિન્ન પદાર્થોના પર્યાયરૂપે બનેલા મકાનને (ભવનને-હવેલીને-બંગલાને) હે નૈયાયિક ! એક જ પદાર્થરૂપે (એક મકાન સ્વરૂપે) તું માને છે. “આ એક ઘર છે” એમ તું પણ સ્વીકારે છે. કારણ કે તે સઘળા પદાર્થો એકરૂપ બની ગયા છે. લોકવ્યવહાર પણ “આ એક ઘર છે” એવો જ પ્રવર્તે છે. હવે જો અનેક દ્રવ્યોના બનેલા પર્યાયને “આ એક છે” આમ કહેવાય છે. તો પછી એક જ દ્રવ્યમાં ગુણ-પર્યાયોનો એટલે કે એક જ દ્રવ્યનો પોતાના ગુણ પર્યાયોની સાથે અભેદ હોય, એમ માનવામાં હે નૈયાયિક ! તું વિવેકબુદ્ધિ કેમ નથી કરતો ?
સંક્ષેપમાં સાર એ છે કે “ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા ભવનાદિકને” “આ એક ઘર છે” એમ લોકવ્યવહાર પણ છે અને તું પણ માને છે તો પછી એક જ દ્રવ્યના ગુણપર્યાયો પોતાના દ્રવ્યની સાથે “એકરૂપ છે” અભેદ સંબંધવાળા છે. એમ કેમ માનતો નથી? ને મદહું = કારણકે જે આ આત્મદ્રવ્ય છે. તે જ આત્મદ્રવ્ય ગુણમય છે. અને તે જ આત્મદ્રવ્ય પર્યાયમય છે. આવો વ્યવહાર અનાદિકાળથી સ્વયં સહજસિદ્ધ જ છે. તેથી આ ત્રણેનો અભેદ માનવો જોઈએ. ૩૦.