________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૩
दूषण उपजइ. ते माटई - गुणपर्याय जे कहिइ, ते गुण परिणामनो पटंतर - भेदकल्पनारूप, तेहथी ज केवल संभवइ, पणि परमार्थइ नहीं " अनइं- ए 3 नाम कहइ छइ, ते पणिમેટ્રોપચારરૂ ન, રૂમ નાળવું. રી-રૂ।''
૯૩
શિષ્ય (પ્રશ્નકારે) પ્રથમ બે પ્રકારનાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય નામનાં કાર્ય સમજાવ્યાં, ત્યારબાદ વાર્યમેને સત્તિ જાળમેવઃ” કાર્યનો ભેદ હોતે છતે કારણનો પણ ભેદ હોય છે. એમ ન્યાય લગાડીને શક્તિરૂપ એક દ્રવ્ય, અને બીજું ગુણ એમ બે કારણ છે. આમ સિદ્ધ કર્યું. પરંતુ આ વાત ઉપરછલ્લીજ રમણીય છે. પરમાર્થે જુઠી છે. મિથ્યા છે. તે આ પ્રમાણે
‘દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય’નામનાં જે બે કાર્ય જણાવ્યાં. તે કાર્યમાં જ “કારણ” શબ્દનો પ્રવેશ છુપાયેલો છે. સર્વે પર્યાયો પર્યાયપણે સમાન અને એક સ્વરૂપ જ છે. છતાં પર્યાયમાં (કાર્યમાં) જે ભેદ જણાય છે તે તેના કારણને લીધે જ છે. અર્થાત્ આ દ્રવ્યપર્યાય કહેવાય અને પેલા ગુણપર્યાય કહેવાય એવો જે પર્યાયોમાં (કાર્યમાં) ભેદ જણાવ્યો, તે જો દ્રવ્ય અને ગુણ નામનાં બે કારણો પ્રથમથી ન હોત તો ક્યાંથી જણાત ? તેથી નક્કી થાય છે કે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય નામનાં બે કાર્યો માનવામાં ‘કારણનો ભેદ’” ગર્ભિત રીતે છુપાયેલો જ છે. (ગર્ભિત રીતે પ્રવિષ્ટ જ છે.) તેફ-તે કારણથી “દ્રવ્ય અને ગુણ’” નામનાં બન્ને કારણોને જો પ્રથમ સ્વીકારવામાં આવે તો જ રામેરૂં વાર્યમેવ સિદ્ધ થા-દ્રવ્ય અને ગુણ નામનાં બે કારણો જુદાં જુદાં હોવાથી કારણભેદ હોતે છતે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય નામનો કાર્યભેદ સિદ્ધ થાય. એટલે જ્યાં સુધી “કારણભેદ” નહી સ્વીકારીએ ત્યાં સુધી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય નામનો કાર્યભેદ સિદ્ધ થતો નથી. આ એક વાત નક્કી છે. અન‡=અને
આ વાતને માન્ય રાખવા “દ્રવ્ય અને ગુણ” નામના કારણભેદને પ્રથમ સ્વીકારી લેવા ધારો કે આપણે પ્રેરાઈએ, પરંતુ જાર્વમેવ સિદ્ધ થયો હો, તો વ્હારળમેવ સિદ્ધ થારૂ દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય નામનો કાર્યભેદ જો સિદ્ધ થયેલો હોય તો જ પર્યાયોની (કાર્યની) દ્વિવિધતાને લીધે કારણનો ભેદ (દ્રવ્ય-ગુણનો ભેદ) સિદ્ધ થાય. કાર્યનો ભેદ નિશ્ચિત થયા વિના કારણનો ભેદ માન્ય થાય નહીં આ રીતે જો પ્રથમ કારણભેદ થાય તો જ કાર્યભેદ સાબિત થાય છે. અને કારણભેદને સિદ્ધ કરવા તેની પૂર્વે કાર્યભેદ સિદ્ધ થયેલો હોવો જોઈએ . આમ બન્ને અન્યોન્ય છે. પણ આમ બનવાનું નથી. એટલે જ્યારે એક વાત બીજા ઉપર અને બીજી વાત પ્રથમ ઉપર આધાર રાખતી હોય ત્યારે તે બન્નેમાં પહેલું કોણ?
=