________________
ઢાળ-૨ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લક્ષણ ગુણમાં પણ વર્ત જ છે. માટે જે ગુણો છે. એ પર્યાય જ છે. અને જે પર્યાય છે. તે ગુણો જ છે. પરંતુ શાસ્ત્રોમાં અને વ્યવહારમાં જેવી પર્યાય તરીકેની પ્રસિદ્ધિ છે. તેવી “ગુણની પ્રસિદ્ધિ કહેવાતી નથી.
કારણકે ભગવંતની ધર્મદેશના દ્રવ્ય-પર્યાયની છે. પરંતુ દ્રવ્ય-ગુણની દેશના નથી. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નયથી-પ્રભુની દેશના છે. પરંતુ ગુણાર્થિકનયથી દેશના હોય એવું કોઈ શાસ્ત્રોમાં સાંભળ્યું નથી. માટે ગુણ અને પર્યાય એક જ હોવા છતાં ગુણ તરીકે ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. પણ પર્યાય તરીકે ઉલ્લેખ છે.
"जो इम गुण, पर्यायथी भिन्न नथी. तो "द्रव्य गुण पर्याय" ए ३ नाम किम कहो छो ? इम कोइ कहइं, तेहनई कहिइं जे विवक्षा कहिइं-भेदनयनी कल्पना, तेहथी. जिम "तैलस्य धारा" इहां तेल नइं धारा भिन्न कही देखाड्यां, पणि भिन्न नथी. "तिम सहभावी-क्रमभावी कहीनइं गुण पर्याय भिन्न कही देखाड्यां, पणि परमार्थई भिन्न नथी" इम जेहनो भेद उपचरित छइं, ते शक्ति किम कहिइं? जिम उपचरित गाय दुझेइ नहीं, तिम उपचरित गुण शक्ति न धरइ" ॥२-११॥
પ્રશ્નજો ગુણ, એ પર્યાયથી ભિન તત્ત્વ ન જ હોય, તો “દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ નામો જે બોલાય છે. તે કેમ ઘટે ? તથા આ ગ્રંથનું પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એવુ નામ જે પ્રવર્તે છે તે પણ કેમ બોલાય ? આવો કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે.
ઉત્તર- આવો જે શિષ્ય પ્રશ્ન કરે છે. તેહને ગ્રંથકાર શ્રી ઉત્તર આપે છે કે અહીં ભેદનયની વિવક્ષા માત્ર કરેલી છે. અર્થાત્ ભેદનયની કલ્પના કરેલી છે. પરંતુ વાસ્તવિકભેદ નથી. તેથી જેમ “તેલની ધારા” પડે છે આમ બોલાય છે. પરંતુ અહીં તેલ અને ધારા એમ બે ભિન્ન તત્ત્વ નથી. તેલ પોતે જ ધારા રૂપે થઈને પડે છે. ભલે બોલવામાં ભિન્ન કહીને જણાવ્યાં છે. પરંતુ બન્ને જુદાં તત્ત્વો નથી. વળી “પુદ્ગલનું શરીર” “માટીનો ઘડો” “ઘઉંનો લોટ” “સોનાનું કડું” ઈત્યાદિ ઘણાં વાક્યોમાં વસ્તુના સ્વરૂપને સમજવા સમજાવવા માટે આગળ ષષ્ઠયન્ત શબ્દ જોડીને ભેદથી નિર્દેશ કરાય છે પરંતુ પુગલ-શરીર, માટીઘટ, ઘઉં-લોટ, સોનુ-કડુ આ બધા બે બે પદાર્થો નથી. પુલ પોતે જ શરીર રૂપે બન્યું છે. માટી પોતે જ ઘટરૂપે બની છે. ઘઉં પોતે જ લોટરૂપે બન્યા છે. સોનું પોતે જ કડુ બન્યું છે. ઈત્યાદિ ઉદાહરણોની જેમ ગુણો જ દ્રવ્યના આશ્રયે પરિવર્તન પામે છે. તેથી ગુણો જ પર્યાય રૂપે બને છે. જેમ કે ઘડાનું રૂપ જે પ્રથમ કૃષ્ણ હતું તે જ ભઠ્ઠીમાં પકવવાથી રક્ત બન્યું. આત્મામાં જે જ્ઞાન મતિરૂપ હતું તે જ મૃતરૂપ બન્યું તેથી ગુણો, એ પર્યાયથી ભિન્ન નથી. તેલ પોતે જ ધારા રૂપે થઈને પડે છે તેમાં છઠ્ઠી વિભક્તિ બોલવાથી ઉપચરિતપણે ભેદ જણાય છે. પરંતુ વાસ્તવિક ભેદ નથી. તેની જેમ ગુણ અને પર્યાયમાં સમજવું. બાલ્ય