SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩) અધ્યાત્મોપનિષદ્ = સંસ્કૃત ભાષામાં ૨૩૧ અનુષ્ટ્રપ શ્લોકો છે. તેમાં શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, જ્ઞાનયોગાધિકાર, ક્રિયાયોગાધિકાર અને સામ્યાધિકાર આમ ચાર અધિકારોનું વર્ણન છે. (૪) અનેકાન્ત વ્યવસ્થા = મૂળ શ્લોકો ૩૩૫૭ છે. અનેકાન્તવાદ સમજાવેલ છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં લખેલા સર્વે વિષયોનું આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં સુંદર આલેખન છે. (૫) દેવધર્મ પરીક્ષા = મૂળ શ્લોક ૪૨૫ છે. સ્વર્ગમાં રહેલા દેવો પણ પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. તે સમજાવ્યું છે તથા જુદા જુદા ૧૭ મુદાઓ દ્વારા દેવો ધર્મી છે. સમ્યકત્વધારી છે ઈત્યાદિ કહીને દેવ-દેવીઓએ કરેલી પ્રભુની પ્રતિમાની પૂજાને માન્ય રાખવાનું સમજાવેલ છે. (૬) જૈન તર્ક પરિભાષા = મૂળ શ્લોક ૮૦૦ છે. તેના ત્રણ પરિચ્છેદ છે. એક એક પરિચ્છેદમાં પ્રમાણ-નય અને નિપાનું સવિસ્તર વર્ણન છે. (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય = મૂળ શ્લોક ૯૦૫ છે. પ્રાકૃત ભાષામાં પદ્યરચનાવાળો આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ 9000 શ્લોક પ્રમાણ સંસ્કૃત ભાષામાં ગદ્ય ટીકા બનાવી છે. તેમાં ચાર ઉલ્લાસની સંકલના છે. (૮) દ્વાન્નિશદ્ધાત્રિશિકા = મૂળ શ્લોક ૧૦૬૪ છે. સંસ્કૃત પદ્યમય કાવ્ય છે. દાન વગેરે ૩૨ વિષયો ઉપર બત્રીસ બત્રીસ શ્લોકોની રચના છે. તેના ઉપર પોતાની જ બનાવેલી સ્વોપજ્ઞ સુંદર ટીકા છે. તેનું ગુજરાતી ભાષાન્તર હમણાં જ વિ.સં. ૨૦૬૦માં જ પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવર્તી પૂજ્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કર્યું છે. જે ગ્રંથ વિમોચનનો પ્રસંગ અમદાવાદમાં પાલડીમાં ઘણા ઉત્સવ અને ઉમંગ સાથે થયો હતો. (૯) યતિલક્ષણ સમુચ્ચય = મૂળ શ્લોક ૨૬૩ છે. પ્રાકૃત પદ્યરચના છે. સાધુ મહાત્માનાં ૭ લક્ષણોનું સવિસ્તર વર્ણન છે. (૧૦) નયરહસ્ય = નૈગમાદિ સાત નયોનું તથા સપ્તભંગીનું વર્ણન છે. તેમજ કયા કયા નયના એકાન્તવાદમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે? ઈત્યાદિ વર્ણન છે. (૧૧) નયપ્રદીપ = સંસ્કૃત ભાષામાં ગદ્યરૂપે લખાયેલો આશરે ૫૦૦ શ્લોકો પ્રમાણ આ ગ્રંથ છે. તેમાં ૨ સર્ગ છે. પહેલામાં સપ્તભંગીનું સમર્થન અને બીજામાં નયાનું સમર્થન કરેલ છે. (૧૨) નયોપદેશ = પ્રસ્થક - પ્રદેશ આદિના ઉદાહરણો આપીને સાત નયોનું વર્ણન કરેલ છે. પોતાની જ બનાવેલ નયામૃત તરંગિણી ટીકા છે. (૧૩) જ્ઞાનબિંદુ = મૂલ શ્લોકો ૧૨૫૦ છે. જ્ઞાનના મતિજ્ઞાનાદિ પાંચ ભેદો તથા તેના ઉત્તરભેદોનું સ્વરૂપ તથા લક્ષણો સમજાવ્યાં છે.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy