________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૬ સંભવશે જ નહીં. તેથી અવયવસઘાતરૂપ તિર્યપ્રચય ન માનતાં પIિRપ્રતીતિ જેનાથી થાય તે તિર્થસ્સામાન્ય માનવું એ જ ઉચિત અને નિર્દોષ માર્ગ છે. ll૧૪ શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ પર્યાયની લીજઈ રે || કારયરૂપ નિકટ દેખીનઈ, સમુચિત શક્તિ કહી જઈ રે !
જિનવાણી રંગઈ મનિ ધરિઈ વાર-૬ll ગાથાર્થ– દ્રવ્યની અંદર રહેલી પોતપોતાના સર્વગુણ-પર્યાયો પામવાની સત્તાગત જે શક્તિમાત્ર છે. તે ઓઘશક્તિ છે. અને કાર્યના સ્વરૂપને નજીક આવેલું જોઈને દ્રવ્યમાં જે શક્તિવિશેષ દેખાય છે. તે સમુચિતશક્તિ કહીએ. ર-૬ll
બો- હિવઈ ઉર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેખાડઈ છઈ, દ્રવ્ય સર્વની આપઆપણા ગુણ-પર્યાયની શક્તિમાત્ર લીજઈ, તે ઓઘશક્તિ કહીઇ, અનઇ જે કાર્યનું રૂપ નિકટ કહતાં-વહિલું ઉપજતું દેખીઈ, જે કાર્યની અપેક્ષાઈ તેહની સમુચિત શક્તિ કહિઈ, સમુચિત કહતાં-વ્યવહાર યોગ્ય. રિ-કી
વિવેચનદિવ ઉર્ધ્વતા સમજશનિ ૨ મે તેવી છે. હવે જે ઉર્ધ્વતા સામાન્ય શક્તિ છે. તે શક્તિના ૨ ભેદો જણાવે છે. ચોથી-પાંચમી ગાથામાં ઉર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્ય સમજાવવામાં આવ્યું છે. ત્યાં પ્રથમ ઉર્ધ્વતા સામાન્યમાં કંઈક સૂક્ષ્મતા સમજાવવા માટે આ વિષય વધારે ચર્ચે છે. કાળક્રમે પરિવર્તન પામતા પર્યાયોમાં વિવક્ષિત વસ્તુની એકતાની પ્રતીતિ કરાવનારૂં જે શક્તિ તત્ત્વ છે જેમ કે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટકપાલમાં રહેતું જે માટીતત્ત્વ છે. એ ઉર્ધ્વતા સામાન્ય છે. તેના ગમે તેટલા પર્યાયો કાળ ક્રમે બદલાયા કરે પરંતુ માટી તો તેની તે જ છે. આ વાત સ્પષ્ટ સમજાય તેવી છે. પરંતુ કોઈ કોઈ વસ્તુઓમાં એવા એવા પર્યાયો કાળક્રમે બદલાતા જાય છે કે તે ભૂતકાળના અને ભાવિકાળના પર્યાયો બદલાય ત્યારે તે તે મૂળભૂત દ્રવ્યશક્તિ રહેલી છે. તે સ્પષ્ટ સમજી શકાતું નથી. કારણકે તે તે દ્રવ્યશક્તિ છુપાઈને (તિરોભાવે) રહેલી હોય છે. આ રીતે તિરોભાવે (છુપાઈને) રહેલી આ દ્રવ્યશક્તિ હોવાથી ભલે તે દ્રવ્યશક્તિ સમજાતી ન હોય, પરંતુ નથી એમ નહીં, છે તો ખરી જ. આ વાત સ્પષ્ટ સમજવા-સમજાવવા માટે એક ઉદાહરણ વિચારીએ.
પિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આ સર્વે પર્યાયોમાં જેમ મૃત્વ સ્પષ્ટ સમજાય છે. તેમ તૃણ-દુધ-દહીં-માખણ-ઘી આ પર્યાયોમાં પ્રથમ તૃણપર્યાયરૂપે રહેલા પુગલમાં