________________
૫૯
ઢાળ-૨ : ગાથા-પ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
હવે સમજાશે કે આ બન્નેમાં બહુ તફાવત નથી. પરંતુ કંઈ જ તફાવત નથી એમ
પણ નહીં. અર્થાત્ કંઈક તફાવત પણ અવશ્ય છે.
(૧) એક જ દ્રવ્યના કાળક્રમે વારાફરતી ઉપરાઉપર આવતા ભિન્ન ભિન્ન અનેક પર્યાયોમાં પિંડ-સ્થાન-કોશ-કુલ-ઘટ-કપાલ આદિ પર્યાયોમાં મૃત્બુદ્ધિની જેમ એટલે કે માટી દ્રવ્ય તેનું તે જ છે. માટીદ્રવ્ય તેનું તે જ છે એવી અનુગતાકારની પ્રતીતિ જે સામાન્યથી થાય છે. તે ઉર્ધ્વતાસામાન્ય છે.
(૨) સોનું-રૂપુ-તાંબુ-પિત્તલ-માટી વિગેરે અનેક દ્રવ્યના એકજ વર્તમાન કાળમાં દ્રષ્ટિ સામે વિદ્યમાન એવા અનેક ઘડાઓમાં “આ પણ ઘટ છે આ પણ ઘટ છે” એવી સમાનપણે એકસરખા પર્યાયની એકાકાર પ્રતીતિ જેનાથી થાય છે તેને તિર્યક્સામાન્ય કહેવાય છે.
જો આ તિર્યક્સામાન્ય ન માનવામાં આવે તો ઘટ અને પટ જેમ અત્યન્ત ભિન્ન છે. ઘટનુ કામકાજ પટથી ન થાય અને પટનું કામકાજ ઘટથી ન થાય. તેમ એકઘટથી બીજો ઘટ પણ અત્યન્ત ભિન્ન થઈ જાય. જો કે એક ઘટથી બીજો ઘટ જરૂર કથંચિત્ ભિન્ન છે. કારણ કે ભિન્ન ભિન્ન પરમાણુઓનો બનેલો છે. પરંતુ પટ જેવો ભિન્ન નથી. કંઈક ભિન્ન છે. અને સાથે સાથે કંઈક અભિન્ન પણ છે. ઘટ એ ઘડાની નાતનો પદાર્થ છે અને પટ એ પટની નાતનો પદાર્થ છે. એટલે બધા ઘડાને ઘટની નાતપણે એકરૂપે સમજાવનારુ જે તત્ત્વ છે. તે જ તિર્યક્ સામાન્ય કહેવાય છે. સર્વે ઘટમાં ઘટપણું અર્થાત્ ઘટત્વધર્મ જે રહેલો છે. તે જ તિર્યક્સામાન્ય છે.
हिवइ कोइ इम कहस्यइ जे घटादिक भिन्न व्यक्तिमां जिम घटत्वादिक एक सामान्य छइ, तिम- पिंड - कुशूलादिक भिन्न व्यक्तिमां मृदादिक एक सामान्य छइ, तो तिर्यक्सामान्य- उर्ध्वतासामान्यनो स्यो विशेष ? तेहनई कहिइं અહીં ગ્રંથકારશ્રીએ બે પ્રકારનાં સામાન્ય સમજાવ્યાં છે. પ્રથમ સામાન્ય, કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની એકતા (સમાનતા). અને બીજું એક જ કાલે ભિન્નભિન્ન દ્રવ્યમાં (દ્રવ્યના આકારોમાં) પર્યાયની એકતા (સમાનતા) તે બાબતમાં કોઈ અજાણ્યા શિષ્યો આવો પ્રશ્ન કરે છે કે
=
પ્રશ્ન– ભિન્ન ભિન્ન એવા અનેક ઘડામાં (ઘટ નામની અનેક વ્યક્તિઓમાં), જેમ ઘટત્વ એવું એક સામાન્ય રહેલું છે. અનેક પટમાં પટત્વ રહેલું છે તથા અનેક મઠોમાં મઠત્વ નામનું એક સામાન્ય જેમ રહેલું છે. તેવી જ રીતે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલાદિક ભિન્ન-ભિન્ન વ્યક્તિઓમાં માટીપણું પણ એકપ્રકારનું સામાન્ય રહેલું છે. અર્થાત્ ઘટ-ઘટમાં જેમ ઘટત્વ