________________
૫૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૫ અનેક કહેવું તે ઉપર છલ્લી રીતે વિરુદ્ધ દેખાય છે. છતાં ઉપચારને પ્રધાન કરનારા નૈગમનયથી આ વાત સંભવી શકે છે. કારણ કે એક અપેક્ષાએ જે સામાન્ય છે તે જ બીજી અપેક્ષાએ વિશેષ થઈ શકે છે. અને એ જ રીતે જે વિશેષ છે. તેમાં બીજી અપેક્ષાઓ જોડો તો સામાન્યનો ઉપચાર પણ કરી શકાય છે આમ, નૈગમનય ઉપચારવિશેષગ્રાહી હોવાથી નાનાં-મોટાં (એટલે કે પર અને અપર એમ) અનેક સામાન્ય માને છે.
પરંતુ શુદ્ધસંગ્રહનય એકીકરણગ્રાહી હોવાથી અર્થાત્ અભેદપ્રધાન દ્રષ્ટિવાળો હોવાથી પરસામાન્ય” નામનું એક જ અન્તિમ સામાન્ય માત્ર માને છે. મૃતિંડ સ્થાસ-કોશ-કુશૂલઘટ-કપાલ હોય કે મૃદ્રવ્ય હોય, કડુ-કુંડલ હોય કે સુવર્ણ હોય, બાલ-યુવાન-વૃદ્ધ હોય કે જીવદ્રવ્ય હોય. આ સર્વે “સ” રૂપે એક જ છે. પુગલ હોય કે જીવ હોય અથવા પુદ્ગલના કે જીવના ઉત્તરભેદો હોય તે સર્વેમાં “સ” પણાનો (હોવાપણાનોઅસ્તિત્વસ્વરૂપનો) કોઈ ભેદ નથી. તેથી “તું” એવું અદ્વૈત દ્રવ્ય છે. તેને સતવાર (એક સત્ માત્ર વિના બીજું કંઈ જ નથી.) એ રૂપ દ્રવ્ય છે. એમ જાણવું. આ પ્રમાણે આ ગાથામાં ઉર્ધ્વતા સામાન્ય સમજાવ્યું. જે નૈગમ નયની દૃષ્ટિએ અપેક્ષાવિશેષે પર-અપર આદિ અનેક પ્રકારનું છે. અને શુદ્ધસંગ્રહ નયની દૃષ્ટિએ “સત્તા” ધર્મની અપેક્ષાએ સદસ્વૈતવાદ રૂપ એકપ્રકારનું દ્રવ્ય છે. ll૧૩ ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે ! તે તિર્યસામાન્ય કહિજઈ. જિમ ઘટ ઘટ પણ રાખઈ રે .
જિનવાણી રંગઈ મનિ ધરિઈ //ર-પા. ગાથાર્થ– ભિન્ન ભિન્ન વ્યક્તિમાં એકરૂપતા (એકાકારતા) સ્વરૂપ જે દ્રવ્યશક્તિ જગતમાં દેખાય છે. તેને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ “આ પણ ઘટ, આ પણ ઘટ” ઇત્યાદિરૂપે જગતમાં જે જણાય છે. ર-પા
ટબો- ભિન્ન વિગતિમાં-ભિન્ન પ્રદેશી વિશેષમાં જે દ્રવ્યની શક્તિ એકરૂપએકાકાર દેખાડઈ છઈ, તેહનઈ તિર્યકસામાન્ય કહિઇ. જિમ ઘટ, ઘટપણું ઘટત્વ રાખઈ છઈ.
હિવઈ કોઈ ઇમ કહસ્યઈ જે “ઘટાદિકભિન્ન વ્યક્તિમાં જિમ ઘટતાદિક એક સામાન્ય છઈ. તિમ પિંડ-કુશૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છઈ. તો તિર્યકસામાન્ય-ઉર્ધ્વતા સામાન્યનો સ્યો વિશેષ ?” તેહનઇ કહિઇ જે. “દેશભેદઈ જિહાં